ગોવામાં ગે કપલના લગ્નમાં હાથી પર નીકળી જાન અને મચી ગયો હોબાળો

ગોવાના પણજીમાં બે સમલૈંગિકોના લગ્ન દરમિયાન જાન કાઢવામાં હાથીનો ઉપયોગ કરાતા વિવાદ ઊભો થયો હતો. સામાજીક, એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) કાર્કર્તાઓ અને એનિમલ એક્ટિવિસ્ટે રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સામે આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે. તેની સાથે જ કાર્યકરોએ તાત્કાલિક એક્શન લેવાની માગ પણ કરી છે.

આ બાબતની તપાસ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને સોંપવામાં આવી છે. સીસાઇડ રિસોર્ટમાં થયેલા આ લગ્નમાં પહેલા જાન કાઢવામાં આવી હતી, જેમા સજાવાયેલા હાથી પર આ ગે કપલ (બંને પુરૂષ પાર્ટનર્સ) બેઠા હતા. તે પછી રિસોર્ટમાં જાનની ભવ્ય એન્ટ્રી થઇ હતી. એલજીબીટી સમુદાય સાથે જોડાયેલા હરીશ ઐય્યરનું કહેવું છે કે એક સમુદાય તરીકે જેણે ભેદભાવ, કષ્ટ અને દમન સહ્યુ્ હોય તેણે વધુ સંવેદનશીલ હોવું જોઇએ. જંગલી પશુઓનો મનોરંજન માટે કે કોઇ સમારોહ અથવા જોય રાઇડમં ઉપયોગ ખોટો મેસેજ આપે છે.

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સુધાયેલા એક્ટ 2002 અનુસાર કોઇ કોમર્શિયલ ગતિવિધિ માટે હાથીને ભાડે પર લાવવો પ્રતિબંધિત છે. તે એનિમલ એક્ટના શિડ્યુલ-1માં સંરક્ષિત પ્રજાતિઓની કેટેગરીમાં આવે છે. ગોવાના વન વિભાગના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સંતોષ કુમાર અને પીપલ ફોર એનિમલ્સના અધ્યક્ષને સામાજીક કાર્યકર્તા નોર્મા અલ્વેયર્સે પત્ર લખીને આ મામલે તપાસની માગ કરી હતી. તેમા માગણી કરવામાં આવી છે કે કેવી રીતે હાથીના ઉપયોગ માટે ટ્રાવેલ પરમિટ આપવામાં આવી તેની તપાસ કરવામાં આવે.