બિયર પીનારા લોકોને કેમ મજા આવે છે તે કારણ આવ્યું સામે

બિયર હેલ્થ માટે સારી છે કે નહીં તે અંગે અવારનવાર ડિબેટ થતી રહે છે. બિયર લવરો તેના અલગ અલગ ફાયદા ગણાવીને તેની તરફેણ કરતાં રહે છે તો બિયર હેટર તેના નુકસાનના પાસાં ગણાવતા રહે છે. જો કે જે મધ્યમમાર્ગીય છે કે જેઓ બિયર પીતા પણ નથી અને તેને નફરત પણ નથી કરતાં તેવા લોકોના મનમાં એક સવાલ હંમેશા થાય છે કે આખરે એવું તે શું હોય છે બિયરમાં કે જેના કારણે લોકો તે પીવા માટે લલચાતા રહે છે. હવે એ વાતનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.

વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં એવું સામે આવ્યું છે કે બિયર તેને પીનારાના દિમાગના એ હિસ્સાને ઉત્તેજીત કરે છે, જે તમને ફિલ ગુડ અહેસાસ કરાવતું હોય. એ જાણી લો કે કેટલાક ફૂડ્સ એવા હોય છે કે જેને આરોગવાથી તમને સારું ફિલ થાય છે અને તમે તેને ખાવાનું બંધ નથી કરી શકતાં. ભલે તમે એ ફૂડ્સને જરૂર કરતાં વધુ ખાઇ લીધું હોય તો પણ તમે તેને ખાવાનું બંધ નથી કરી શકતા, તેની પાછળનું કારણ તમારા દિમાગનું એ ફિલ ગુડ કનેકશન હોય છે અને બિયરનું પણ એ ફિલ ગુડ સાથે કનેક્શન છે.

વૈજ્ઞાનિકોએ તેને હેડોનિક હંગર મતલબ કે મનને સુખ આપતી ભુખ એવું નામ આપ્યું છે. જેમાં જે તે વ્યક્તિ પોતાની બાયોલોજીકલ નિડ્સને સ્થાને ખુશ રહેવા માટે કોઇ વસ્તુ ખાય છે અથવા તો પીએ છે. બીયર કે પછી ભાવતો ખોરાક ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઇન વધારી દે છે. આ ફૂડ્સ દિમાગના રિવાર્ડ સેન્ટરને સ્ટમ્યૂલેટ કરે છે, જેનાથી ડોપામાઇન ડી2 રિસેપ્ટર થાય છે. જાણી લો કે ડોપામાઇન ફિલ ગુડ હોર્મોન હોય છે.

જર્મનીની ફ્રેડરિક એલેક્ઝાન્ડર યુનિવર્સિટીના સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કેટલાક ફુડ્સમાં શું સ્પેશિયલ સબસ્ટેન્સ હોય છે જે ડોપામાઇનની જેમ જ ડી2 રિસેપ્ટરને સક્રિય કરે છે. તે પછી 13000માંથી 17 વિકલ્પ પસંદ કરીને તેને લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યું. જેમાં સૌથી સારા પરિણામ બિયરના આવ્યા હતા. રિસર્ચર્સમાંથી એક મોનિકાએ જણાવ્યું હતું કે એ ઘણું ચોંકાવનારું પરિણામ હતું કે બિયરમાં હાજર તત્વ ડી2 રિસપ્ટરને એક્ટિવેટ કરે છે.