જીમ બહાર સારા અલી ખાન સાથે એક શખ્સે કરી એવી હરકત કે બધા ચોંકી ગયા

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન પ્રશંસકો સાથે ખુબ જ માયાળુ વર્તન કરવા માટે જાણીતી છે અને તે ગમે ત્યાં હોય પણ પોતાના પ્રસંશકોની તેની સાથે ફોટો પાડવાની વિનંતીને હંમેશા માન આપે છે, તાજેતરમાં જ સારા અલી ખાન જીમમાંથી બહાર નીકળી ત્યારે તેનાપ્રસંશકોની ફોટો લેવાની વિનંતીને માન આપી તે તેમની સાથે ફોટો ખેંચાવી રહી હતી, ત્યારે એક શખ્સે અચાનક તેનો હાથ ચુમવાનો પ્રયાસ કર્યો હતો અને તેના કારણે બધા ચોંકી ઉઠ્યા હતા.

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે સારા જીમમાંથી બહાર આવે છે ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રસંશકો તેની સાથે ફોટો પડાવવાની વિનંતી કરે છે. સારા પણ તેમની વિનંતીને માન આપીને ફોટો ખેંચાવે છે. તે એક મહિલા પ્રસંશક સાથે ફોટો ખેંચાવી રહી હોય છે ત્યારે એક વ્યક્તિ પહેલા તેની તરફ હાથ લંબાવે છે તો સારા અલી ચહેરા પર પ્રશ્નાર્થ સાથે તેને ના કહે છે. તે પછી એ વ્યક્તિ ફરી આગળની તરફ આવીને સારાનો હાથ માગીને તેને ચૂમવાનો પ્રયાસ કરે છે. જો કે સારા સાથે ફોટો પડાવી રહેલી મહિલા પ્રસંશક સારાનો હાથ પકડીને પાછળ ખેંચી લે છે અને સારાનો બોડીગાર્ડ પેલા શખ્સને ત્યાંથી ભગાવે છે. જુઓ વીડિયો.

આ ઘટના બની ત્યારે સારાના ચહેરા પર ત્યારે થોડા ગભરાટના ભાવ આવી જાય છે, જો કે તે પછી પણ તેણે કેટલાક પ્રસંશકોની સાથએ ફોટા પડાવ્યા હતા. તે પછી પ્રસંશકોમાંથી જ કેટલાક સારાને કહે છે કે મેમ તમે હવે ગાડીમાં બેસી જાવ. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોમાં ઘણાં લોકો સારાનો હાથ પાછો ખેંચી લેનારી મહિલા પ્રસંશકની પ્રશંસા કરી રહ્યા છે.