કોલકાતામાં PM મોદીનો વિરોધ, લાગ્યા “ગો બેક મોદી”નાં પોસ્ટર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જઈ  રહ્યા છે. વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ) એ પીએમ મોદીના કોલકાતા પ્રવાસનો વિરોધ કર્યો છે. પીએમ મોદીની મુલાકાત પહેલા બે સંગઠનોએ નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને રસ્તાઓ પર વિરોધ કરવાનું આયોજન કર્યું છે.

સોશિયલ મીડિયા પર પણ એક અભિયાન ચાલી રહ્યું છે જેમાં ગો બેક મોદી હેશટેગ છે, જેમાં લોકોને એરપોર્ટ અને વીઆઇપી માર્ગ પર પહોંચવા માટે જણાવવામાં આવી રહ્યું છે. જેથી વડા પ્રધાનને પ્રવેશ કરતા અટકાવી શકાય.

દરમિયાન અધિકારીઓએ વડા પ્રધાનની મુલાકાત માટે સંપૂર્ણ સલામતીની બાંયધરી આપતાં કહ્યું હતું કે વિરોધની કોઈ પણ સંભાવનાને દૂર કરવા માટે એરપોર્ટથી શહેર તરફનો આખો રસ્તો ખાલી કરી દેવામાં આવ્યો છે અને રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

દેખીતી રીતે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) ને લઈને થયેલા નારાજગી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય પશ્ચિમ બંગાળ પ્રવાસ પર પહોંચી રહ્યા છે. વડા પ્રધાને પ્રવાસ પહેલા ટવિટ કર્યું હતું કે ‘આજે અને કાલે પશ્ચિમ બંગાળમાં રહીને હું ઉત્સાહિત છું. હું રામકૃષ્ણ મિશનમાં સમય પસાર કરવામાં ખુશ છું અને તે પણ જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. આ સ્થાન ખરેખર એક વિશેષ સ્થાન પણ છે. તેમણે આગળ લખ્યું, ” પણ હજુ ત્યાં કશુક ખૂટી રહ્યું છે”

તેમણે લખ્યું, “પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી ત્યાં નહીં હશે. તેમણે મને જનસેવાનો સિધ્ધાંત તેમણે જ મને શીખવ્યો હતો. રામકૃષ્ણ મિશનમાં તેમની ગેરહાજરી અકલ્પ્યનીય છે.”

તમને જણાવી દઈએ કે પીએમ મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150 મી વર્ષગાંઠની ઉજવણી અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત નવીનીકરણ કરાયેલી ચાર ઐતિહાસિક ઇમારતોને પણ રાષ્ટ્રને અર્પણ કરશે.

આ સમય દરમિયાન તે રવીન્દ્ર સેતુ (હાવડા બ્રિજ) ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન પણ કરશે. આ ઉપરાંત પીએમ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં બેલુરમાં આવેલા વૈશ્વિક મુખ્ય મઠમાં જશે. 2015ની લોકસભાની ચૂંટણી બાદ તેઓ પહેલીવાર પશ્ચિમ બંગાળ જઇ રહ્યા છે.