TikTokની લોકપ્રિયતાથી Facebookનાં પેટમાં પડી ફાળ, લાવી રહ્યું છે હવે આ એપ

ફેસબુકે ગત વર્ષે ટીક ટોકને ટક્કર આપવા માટે શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન Lasso લોન્ચ કરી હતી. જોકે, આ એપ્લિકેશન ફક્ત અમેરિકામાં જ શરૂ કરવામાં આવી હતી. પણ હવે એવા સમાચાર આવ્યા છે કે ફેસબૂક આ એપને આ વર્ષે ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે સંભવત આવતા વર્ષના પહેલા ભાગમાં અથવા આ વર્ષે મે સુધીમાં ભારતમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ સાથે તમને જણાવી દઈએ કે વોટ્સએપને Lasso સાથે ઈન્ટગ્રેશનને સ્પોટ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સમજી શકાય છે કે આ માટે ફેસબુક ખૂબ જ તૈયારીમાં છે. ચાલો તમને જણાવી દઈએ કે TikTok ભારતમાં એકદમ લોકપ્રિય છે, આવી સ્થિતિમાં ફેસબુકના Lassoને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે.

એનટ્રેકરના નવા અહેવાલ મુજબ Lasso આ વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને TikTokની સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર Lasso એપને આ વર્ષે મે મહિનામાં સોશિયલ મીડિયાના જાયન્ટ દ્વારા આ એપને આ વર્ષના મે મહિનામાં લોંચ કરી શકાય છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક્સપર્ટ્સએ કહ્યું છે કે ફેસબુકના સિંગાપોર યુનિટમાં એક ટીમ લોન્ચીંગ માટે સતત કામ કરી રહી છે. વળી અન્ય સૂત્રોએ એમ પણ કહ્યું છે કે ફેસબુક એવી રીતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જેનાથી ભારતમાં TikTok ખૂબ જ લોકપ્રિય થઈ શકી છે.