ઓમાનનાં સુલ્તાનનું નિધન, બંધ કવરમાં છોડી ગયા વારસદારનું નામ અને અનેક રહસ્યો, જાણો વધુ

ઓમાનના સુલતાન કાબૂસ બિન સઈદનું અવસાન થયું છે. ઓમાન મીડિયા અનુસાર સુલતાન કાબૂસનું શુક્રવારે અવસાન થયું હતું. સુલતાનના નિધન બાદ શનિવારે ઓમાનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી હતી. જોકે, સુલતાનના મોતનાં કારણો અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સુલ્તાન 79 વર્ષના હતા. સુલતાન કાબૂઝ વર્ષ 1970થી સતત આ પદ પર રહ્યા. સુલતાનની ઓફિસે કહ્યું કે તેમનું લાંબી બિમારી પછી નિધન થયું. તેમના અવસાન પર રોયલ કોર્ટના દિવાને શોક સંદેશ આપ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુલતાનના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ એક શોક સંદેશમાં કહ્યું કે 14મા જુમાદા અલ-ઉલા સુલ્તાન કાબૂસ બિન સૈદનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું. છેલ્લા 50 વર્ષમાં વ્યાપક પુનર્જાગરણની સ્થાપના પછી 23 જુલાઈ- 1970ના રોજ તેમણે સત્તા સંભાળી. આ પુનર્જાગરણને પરિણામે સંતુલિત વિદેશી નીતિ મળી જેનું વિશ્વભર દ્વારા આદર કરવામાં આવ્યું.

ઓમાનમાં સૌથી લાંબો સમય સુધી કાબૂસ બિન સઈદ સુલતાન રહ્યા. કાબૂસે 1970માં તેમના પિતાને ગાદીમાંથી હટાવ્યા અને પોતે સુલતાનની ગાદી પર બેઠા. સુલતાન કાબૂસે લગ્ન ન કર્યા. તેમના મૃત્યુ પછી સુલતાન પદનો કોઇ અનુગામી નથી.

નિધન પછી હવે ત્રણ દિવસની અંદર ત્યાંના શાહી પરિવાર પરિષદમાંથી નવા સુલતાનની પસંદગી કરવામાં આવશે. પરંતુ આ સમય દરમિયાન  જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે એક પરબિડીયું છે, કારણ કે તે પરબિડીયામાં સુલ્તાન કાબૂસે પોતાના ઉત્તરાધિકારીનું નામ લખ્યું છે.

ખરેખર બંધ પરબિડીયામાં સુલ્તાન કાબૂસે નવા સુલતાન વિશે પોતાની પસંદગી જણાવી છે. પરબિડીયામાંથી નીકળનારું નામ હવે ઓમાનની રાજગાદી પર બેસશે.

રોઈટર્સના રિપોર્ટ મુજબ જો રોયલ ફેમિલી કાઉન્સિલ નવા સુલતાન પર સહમત ન થાય, તો સંરક્ષણ પરિષદના સભ્યો, સુપ્રીમ કોર્ટના પ્રમુખ, સલાહકાર પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યો આ બંધ પરબિડીયાને ખોલશે.