આઠ મિત્રોના ડિનર માટે શંઘાઇની એક રેસ્ટરાંએ 44 લાખનું બિલ પકડાવ્યું

હોટેલ કે રેસ્ટોરન્ટના મોટા મોટા બિલ જોઇને ઘણાને ચક્કર આવી જતા હોય છે. ચીનના શાંઘાઇ શહેરામાં 8 મિત્રો એકસાથે ડિનર લેવા માટે પહોંચ્યા હતા. જમ્યા બાદ જ્યારે તમામે આ બિલ પર નજર નાખી તો ચોંકી ઉઠ્યા હતા. રેસ્ટોરન્ટે ડિનર માટે પહોંચેલા આઠ લોકોને 418,235 યુઆન એટલે કે 44 લાખ રૂપિયાનું બિલ આપી દેતા આઠેય જણાઓ ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ આ મામલો સોશિયલ મીડિયામાં પહોંચ્યો હતો જ્યાં લોકોએ રેસ્ટોરન્ટની ક્લાસ લગાવી દીધી હતી. આ મામલે રેસ્ટરાંના શેફને જ્યારે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ ડિનર ખાસ દુબઇથી આવેલા ગ્રાહકો અને તેમના મિત્રો માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું હતું.  આ ડિનરને બનાવવાં માટે રેસ્ટોરાંએ લગભગ 2000 વર્ષ જુનાં સોલ્ટ પ્લેટનો ઉપયોગ કર્યો હતો જે ઘણું મોઘું હોય છે. જો કે, આટલું મોઘું ડિનર ચીન સરકારના નિયમોનું ઉલ્લંઘન છે.

તપાસ કરતા જાણવા મળ્યું કે રેસ્ટરાંના ગ્રાહકોને આપામાં આવેલા બિલમાં 20 ફૂડ આઇટમ્સ સામેલ છે. આ ઘટના શંઘાઇની મેગી રેસ્ટરાંનો છે. પહેલા આ બિલને નકલી માનવામાં આવ્યું હતું પરંતુ શેફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બિલ અસલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ થોડા સમય પહેલા કેટલીક ફાઇવ સ્ટાર હોટલોએ પોતાના કેટલાક ગ્રાહકોને મસમોટા બિલો પકડાવ્યા હોવાના અહેવાલો ખૂબ ચર્ચિત બન્યા હતા.