દિલ્હી એરપોર્ટ પર નકલી પાસપોર્ટના આધારે બે અમદાવાદીઓની ધરપકડ

દિલ્હી એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે અમદાવાદીઓ ઝડપાયા છે. CISF દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી પાસપોર્ટ સાથે આ બંને વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ઉર્વીશ પટેલ અને ભાવિકા પટેલ નામના વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરતા આધારકાર્ડમાં નામ જુદા હોવાથી આ ભાંડો ફૂટ્યો હતો.