દિપીકા પાદુુકોણ પર સ્મૃતિ ઈરાનીનો મોટો હુમલો, કહી દીધી આવી વાત

જેએનયુમાં વિદ્યાર્થીઓને ટેકો આપવા ગયેલી બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ પર તાજેતરમાં જ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે આરોપ લગાવ્યો હતો. હવે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ દીપિકા પર નિશાન સાધ્યું છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશના ટૂકાડ કરવા માંગતા લોકોની સાથે દિપીકા ઉભી છે. જેએનયુ મામલા પર બોલતા સ્મૃતિ ઈરાનીએ દીપિકા પર ઉગ્ર રીતે હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, ‘જેણે આ સમાચાર વાંચ્યા છે (જેએનયુમાં દીપિકાના જવા વિશે), તે જાણવા માંગશે કે તે પ્રદર્શનકારીઓ વચ્ચે કેમ ગઈ?’ ‘અમારા માટે આશ્ચર્યજનક વાત નથી કે તે ભારતના ટૂકડા કરવા માંગતા લોકોની સાથે ઉભી હતી. તે એ લોકોની સાથે ઉભી હતી જેમણે યુવતીઓના પ્રાઈવેટ પાર્ટસ પર પણ હુમલા કર્યા હતા.

ભાજપના નેતા તેજિંદર પાલ બગ્ગાએ પણ સ્મૃતિ ઈરાનીની આ ટિપ્પણીનો વીડિયો ટવિટ કર્યો છે. ઈરાનીએ દીપિકાના પોલિટીકલ ઈન્ટરેસ્ટ અંગે પણ જણાવ્યું હતું. સ્મૃતિએ કહ્યું, ‘વર્ષ 2011માં દીપિકાએ કહ્યું હતું કે તે કોંગ્રેસને ટેકો આપે છે.’ સ્મૃતિએ જેએનયુ મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે તપાસ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસનો પાસાઓ કોર્ટ સમક્ષ રખાય નહીં ત્યાં સુધી કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં.

તમને જણાવી દઈએ કે સાક્ષી મહારાજે દીપિકા પાદુકોણ પર પણ ટૂકડે ગેંગ સાથે હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જેએનયુ ગયા પછી દીપિકાએ પોતાને લૂંટાયેલી અનુભવી હશે. વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર સાથે ઉભા રહ્યા ત્યારે તેમનો આત્મા રડ્યો હશે.