બિગ બોસના કન્ટેસ્ટન્ટ અરહાનની એક્સ ગર્લ ફ્રેન્ડ મુંબઈની હોટલમાં ચલાવતી હતી સેક્સ રેકેટ

બિગ બોસના કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ અમૃતા ધનોઆ ફરી એકવાર સમાચારોમાં છે. શુક્રવારે રાત્રે મુંબઈ પોલીસે ગોરેગાંવ-પૂર્વની હોટલમાંથી અમૃતાની ધરપકડ કરી હતી. અમૃતાને મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાંથી પોલીસ રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. અમૃતા સિવાય અન્ય સ્ટ્રગલીંગ એક્ટ્રેસ રિચા સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને બાતમી મળતાં હોટલમાં આ રેડ કરી હતી. સુચના મળતાં ડીસીપી, ડો.ડી.સ્વામીએ કાર્યવાહી કરી હતી. બનાવટી ગ્રાહકો તરીકે પોલીસે રેકેટ ચલાવનારાઓનો સંપર્ક કર્યો. પોલીસની જાળમાં આવી જતાં તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દરોડામાં અમૃતાની ધરપકડ કરી હતી.

ડિંડોશી પોલીસના વરિષ્ઠ પીઆઈ ધર્નેન્દ્ર કુંબલેએ જણાવ્યું હતું કે પકડાયેલી બંને અભિનેત્રીઓ સેક્સ રેકેટમાં સંડોવાયેલી છે. બંને અભિનેત્રીઓની કલમ 37૦(3), આઈપીસી 34 અને કલમ 4અને 5 (અનૈતિક ટ્રાફિકિંગ કાયદા) ની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે બંને એસ્કોર્ટને બચાવી લીધા હતા, અને તપાસમાં બહાર આવ્યું કે તેઓ હોટલની બાજુમાં આવેલી અમૃતા અને રિચા સાથે સંકળાયેલા છે. જ્યારે અમૃતાને રેડ વિશે ખબર પડી ત્યારે તેણે ઘટના સ્થળેથી ભાગી જવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેને સમયસર પકડી પાડી હતી.

તમને જણાવી દઈએ કે અમૃતા બિગ બોસના કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ છે. અમૃતા ધનોઆએ અરહાન ખાન પર છેતરપિંડી અને છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેણે અરહાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી.