કોંગ્રેસ-ડાબેરીઓ પર દોષારોપણ કરીને મમતા બેનર્જીએ વિપક્ષની બેઠકનો કર્યો બહિષ્કાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 13 જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી વિપક્ષની બેઠકનો બહિષ્કાર કરી દીધો છે. મમતાએ આરોપ મુક્યો છે કે કોંગ્રેસ અનેં ડાબેરીઓ પશ્ચિમ બંગાળમાં ગંદુ રાજકારણ કરી રહ્યા છે. એ સ્થિતિમાં તૃણમુલ કોંગ્રેસ સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ 2019 (સીએએ 2019) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) વિરુદ્ધ એકલી જ લડાઇ લડશે.

મતા બેનર્જીના આ નિર્ણયથી સિઝીઝન્સ એક્ટ વિરુદ્ધ દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન દ્વ્રારા કેન્દ્ર સરકારને ભીંસમાં લેવા માટેના વિપક્ષી એકતાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. મમતાએ કહ્યું હતું કે હું દિલ્હીમાં 13 જાન્યુઆરીએ કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળનારી બેઠકમાં ભાગ નહીં લઉં. મમતાએ બુધવારની હડતાળમાં કોંગ્રેસ અને લેફ્ટ પર ગુંડાગીરી કરવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસ-ડાબેરીઓની ગુંડાગીરીના વિરોધમાં જ હવે હું વિપક્ષની બેઠકમાં સામેલ નથી થવાની.