“હું માત્ર 19 વર્ષનો હતો”: નિર્ભયા ગેંગ રેપમાં ફાંસીની સજા પામેલા વિનયની ક્યુરેટીવ પીટીશન

2012માં દિલ્હીની નિર્ભયા પર થયેલા ગેંગ રેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા ચાર પૈકીના એક દોષી એવાં વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન ફાઈલ કરી છે. વિનય શર્માના વકીલ એપી સિંગે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં વિનય શર્મા વતી ક્યુરેટીવ પીટીશન ફાઈલ કરવામાં આવી છે અને ફાંસીની સજા પર સ્ટે આપવાની દાદ માંગવામાં આવી છે.

સાતમી જાન્યુઆરીએ પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગ રેપ કેસમાં ચાર આરોપીઓ અક્ષય, મુકેશ, વિનય અને પવનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ચારેયને 22મી જાન્યુઆરીએ સવાર સાત વાગ્યે ફાંસી આપવાનો ચૂકાદો આપવામાં આવ્યો છે.

વકીલે જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે હું માત્ર 19 વર્ષનો હતો. કોર્ટે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે જ્યારે ઘટના બની ત્યારે વિનય માત્ર 19 વર્ષનો હતો.

વકીલે કહ્યું કે સુપ્રીમે 17 જેટલા કેસમાં ડેથ પેનલ્ટીને આજીવન કેદની સજામાં રૂપાંતિરત કરી છે, જેનો લાભ વિનયને પણ આપવામાં આવે. ક્યુરેટીવ પીટીશન આરોપીઓ માટેનું છેલ્લું પગથીયું બની રહેશે.