દિલ્હીથી પકડાયેલા ISISના આતંકીઓનાં ગુજરાત કનેક્શનની આશંકા: વડોદરામાંથી ઝડપાયો આતંકી

26મી જાન્યુઆરી પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં મોટી આતંકી સાજીશને અંજામ આપવાના ઈરાદે આવેલા ISISનાં ત્રણ આતંકીઓને દિલ્હી પોલીસે ઝડપી પાડ્યા છે તો ગુજરાત એટીએસે વડોદરામાંથી એક આતંકીની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા ના ગોરવા વિસ્તારમાંથી ગુજરાત ATS એ આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેનું નામ નામ ઝફર અલી ઉર્ફે ઉમર હોવાનું જાણવા મળી રહ્યું છે. આતંકી તામિલનાડુ પંથકનો રહેવાસી હોવાનું પ્રાથમક તપાસમાં બહાર આવ્યું છે.

દિલ્હીમાંથી પકડાયેલા આતંકીઓ પણ તામિલનાડુના જ છે અને ગુજરાતમાંથી પકડાયેલો આતંકી પણ તામિલનાડુનો છે. આશંકાએ છે વડોદરામાંથી પકડાયેલા આતંકીનું કનેક્શન દિલ્હીમાંથી પકડાયેલા આતંકીઓ સાથે હોઈ શકે છે.

હાલ એટીએસ દ્વારા આ આતંકીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ISISનાં નેટવર્ક પરથી પોલીસ પરદો ઉંચકવાની તૈચારીમાં હોવાની માહિતી મળી રહી છે.