શું ઐશ્વર્યા રાયને 32 વર્ષનો પુત્ર છે? જાણો ચોંકાવી નાંખે તેવા દાવા વિશે

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયના લાખો ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. 2018નો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 1988માં ઐશ્વર્યા રાયે લંડન ખાતે એક છોકરાને જન્મ આપ્યો હતો. આખી દુનિયા જાણે છે કે બ્યૂટી ક્વીનથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી ઐશ્વર્યા રાય એક જ પુત્રી આરાધ્યા બચ્ચનની માતા છે.

ઐશ્વર્યા રાયની પુત્રીનો જન્મ 16 નવેમ્બર, 2011માં થયો હતો તથા ઐશ્વર્યા અને આરાધ્યા બોલિવૂડની સૌથી લોકપ્રિય મધર-ડોટરની જોડી છે.

પરંતુ, મેંગ્લોરના સંગીથ કુમાર નામના યુવાને લોકપ્રિય ટીવી ચેનલ દ્વારા દાવો કર્યો હતો કે તે ઐશ્વર્યા રાયનો પહેલો દિકરો છે, માય નેશન ન્યૂઝ ચેનલ દ્વારા આ રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યા છે.

સંગીથે ટીવી ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેનો જન્મ 1988માં આઈવીએફ દ્વારા લંડનમાં થયો હતો. યુવકે એમ પણ દાવો કર્યો હતો કે ઐશ્વર્યાના માતા બ્રિન્દા રાય અને સ્વર્ગીય પિતા કૃષ્ણરાજ રાય દ્વારા તેનો બે વર્ષ સુધી ઉછેર કરવામાં આવ્યો હતો.

સંગીથે કહ્યું કે તેના પિતા વાદિવેલુ રેડ્ડી બાદમાં તેમને વિશાખાપટ્ટનમમાં લઈ આવ્યા જ્યારે તે માત્ર બે વર્ષનો હતો. જોકે, ઐશ્વર્યા રાય તેની માતા છે તે સાબિત કરવા સંગીથ પાસે કોઈ સત્તાવાર દસ્તાવેજો નથી. તેણે કહ્યું કે તેના સબંધીઓએ રેકોર્ડનો નાશ કરી દીધો હતો. હવે, સંગીત કુમાર તેની માતા ઐશ્વર્યા રાય સાથે રહેવાની ઇચ્છા રાખે છે.

આ એક ચોંકાવી નાંખે તેવો દાવો છે. કારણ કે રેકોર્ડ મુજબ  ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર, 1973 ના રોજ થયો હતો, અને જો સંગીથ કુમારના દાવાની વાત માની લેવામાં આવે તો, તેણે 14 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો? પ્રથમ નજરે સંગીથ કુમારનો દાવો પોકળ અને કપોળકલ્પિત લાગી રહ્યું છે. જ્યારે ઐશ્વર્યા હંમેશાં બોલિવૂડની ગોસીપમાં સૌનું ધ્યાન કેન્દ્રીત કરે ત્યારે સંગીથ કુમારના દાવા અંગે હજુ સુધી ઐશ્વર્યાએ કોઈ જવાબ આપ્યો નથી.