સેક્સ સિવાય પણ કોન્ડોમ બીજા ઘણા કામમાં ઉપયોગી, જાણી લો એ કામ

સામાન્યપણે કોન્ડોમનો ઉપયોગ મોટાભાગે સેક્સ કરતી વખકે જ કરવામાં આવે છે, પણ કોન્ડોમ બીજા ઘણાં કામમાં આવી શકે છે અને આજે અહીં અમે તમને એવા જ કેટલાક કામમાં તેનો ઉપયોગ જણાવીશું કે જે જાણીને તમને પણ થશે કે એલા કોન્ડોમનો આવો ઉપયોગ થઇ શકે એવું તો અમને ખબર જ નહોતી. કોન્ડોમનો આવો ઉપયોગ કદાચ જ તમે જોયો કે કર્યો હશે.

તમારા લેઘર શૂઝને ચમકાવવા માટે કોન્ડોમનો ઉપયોગ

જો તમારે તમારા લેધર શૂઝ પોલીશ નથી અને તમને ઉતાવળ હોય અને શૂ પોલીસ કરાવવાનો પણ તમારી પાસે સમય નથી તો તમે તમારા જૂતાને ચમકાવવા માટે કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. શું તમને ખબર છે કે કોન્ડોમમાં લેટેક્સની હાજરી હોય છે અને તે તમારા જૂતાને ચમકાવી શકે છે. કોન઼્ડોમ લેટેક્સ એક શૂ પોલીસની જેમ જ કામ કરે છે અને તેને જૂતા પર ઘસવાથી તમારા જૂતા સાઇન કરતાં થઇ જાય છે.

મોબાઇલ સહિતના અન્ય ગેઝેટ્સને ભીના થતાં બચાવવા માટે

આજકાલ મોબાઇલ સહિતના ગેઝેટ્સ ઘણાં મોંઘા થઇ ગયા છે અને તેને પાણીથી ભીના થકતા બચાવવા માટે લોકો નીતનવા પ્રયોગ કરે છે. વળી વરસાદનું પણ આજકાલ કંઇ નક્કી નથી હોતું અને ગમે ત્યારે તે ત્રાટકે છે. આ સ્થિતિમાં તમારી પાસે જો પોકેટમાં એકાદો કોન્ડોમ હોય તો તે તમારા કિમંતી ગેઝેટ્સને બચાવવા માટે ઉપયોગી થઇ પડે છે. જો અચાનક વરસાદ પડે અને તમારી પાસે મોબાઇલને ભીનો થતો બચાવવા કંઇ સાધન ન હોય પણ પોકેટમાં કોન્ડોમ હોય તો તેની અંદર તમે મોબાઇલ મુકી શકો છો. કોન્ડોમ ઘણા ફ્લેક્સિબલ હોય છે અને તેમાં એક મોબાઇલ મુકી શકાય તેટલો તેને સ્ટ્રેચ કરી શકાય છે. વળી તે વોટરપ્રુફ પણ હોય છે.

સૈન્યના જવાનો કોન્ડોમનો ઉપયોગ હથિયારોની સુરક્ષામાં કરે છે

કોન્ડોમનો ઉપયોગ સૈન્યમાં હથિયારોની સુરક્ષા માટે પણ કરવામાં આવે છે. 1991ના અખાતના યુદ્ધ દરમિયાન બ્રિટીશ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે પોતાના સૈનિકોને લગભગ 5 લાખ જેટલા કોન્ડોમ મોકલ્યા હતા. ના એ કંઇ સેક્સ માટે ઉપયોગમાં લેનવા માટે નહોતા પણ હથિયારોને સુરક્ષીત રાખવા માટે એ કોન્ડોમ મોકલાયા હતા. 1991તો નજીકની વાત કહેવાય પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે પણ સૈનિકો દ્વારા હથિયારોની સુરક્ષા માટે કોન્ડોમને ઉપયોગમાં લેવાયા હોવાના અહેવાલ છે.

અંડર વોટર રેકોર્ડિંગ વખતે કેમેરાની સુરક્ષા માટે

અગાઉ કહ્યું તેમ કોન્ડોમ વોટરપ્રુફ આવે છે અને સાથે જ તેની ફ્લેક્સિબીલિટી પણ વધુ હોય છે તો તેમાં નાની સાઇઝના કેમરા પણ આરામથી આવી જાય છે. વળી આજકાલ તો મોબાઇલ ફોનના કેમેરા પણ એટલા જ પાવરફુલ આવે છે તો તેને પણ કોન્ડોમમાં ભરીને તેના વડે અંડર વોટર રેકોર્ડિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે. તેમાં મોબાઇલ કે નાનો કેમેરો મુક્યો હોય તો કોન્ડોમ વોટરપ્રુફ હોવાને કારણે તે ભીના થવાની શક્યતા રહેતી નથી અને તેના કારણે તમે કોઇ ચિંતા વગર અંડર વોટર શૂટિંગ કરી શકો છો.