ઇરાન અને અમેરિકાની જૂની દુશ્મનાવટ ફરી એકવાર દુનિયાની સામે વધતી જોવા મળી રહી છે. બંનેએ એક બીજા પર હુમલો કરવામાં કોઈ કસર છોડી નથી. આ ઘટનાથી સમગ્ર ખાડી વિસ્તારમાં તનાવ વધ્યો છે. આની અસર આખી દુનિયા પર પડી રહી છે. ભારતને પણ અસર થશે. ઈરાન ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. ચીન પછી ભારત વિશ્વનો એકમાત્ર અન્ય દેશ છે જે ઈરાનથી સૌથી વધુ તેલ ખરીદે છે. જો યુદ્ધ થાય તો સૌથી મોટો જોખમ ખાડી દેશોમાં વસતા ભારતીયોને થશે.
આ સમયે પર્શીયન ગલ્ફની આસપાસ એક કરોડ ભારતીયો વસે છે. ઈરાનમાં ઘણા ભારતીય નથી, પણ ત્યાં પણ આ સંખ્યા 800થી 1200ની વચ્ચે છે. પરંતુ યુદ્ધની સ્થિતિમાં અખાત દેશોમાંથી વધુ ભારતીયો પાછા આવી શકે છે.
- સાઉદી અરેબિયા: લગભગ 41 લાખ
- યુએઈ: લગભગ 3.5 લાખ
- ઓમાન: લગભગ 9.50 લાખ
- કુવૈત: લગભગ 07 લાખ
- કતાર: લગભગ 6.50 લાખ
- બેહરીન: લગભગ 1.50 લાખ
- ઈરાન: 800થી 1200ની વચ્ચે
- ઇરાક: ભારતીયોનો ડેટા અહીં ઉપલબ્ધ નથી
- કુલ: 1 કરોડ ભારતીય
લશ્કરી તાકાતમાં ઈરાન અમેરિકાની સામે ક્યાંય ઉભો નથી થતો, પરંતુ જો યુદ્ધ થાય તો અખાતના દેશોમાં ઘણી બધી અફરા-તફરી સર્જાઈ શકે છે. આનાથી લગભગ એક કરોડ ભારતીયો પ્રભાવિત થશે. યુએસ પહેલાથી જ તેના નાગરિકોને ગલ્ફ દેશો છોડવાની સૂચના આપી ચૂક્યો છે. આ સિવાય બ્રિટને પણ અખાત દેશોમાં તેના લશ્કરી બેઝ પર સુરક્ષા વધારી છે. ભારતે પણ ઈરાક અને ઈરાનમાં વસતા ભારતીયોને ચેતવ્યા છે અને ભારતીયોને ઈરાન-ઈરાક તરફ પ્રવાસ નહીં કરવા જણાવ્યું છે.