નિખીલ સવાણી પર હુમલો તો હાર્દિક આપ્યું આવું રિએક્શન, કહ્યું “તુ જિતના ઝુલ્મ કરેગા, ઉતના હી મૈં લડુંગા”

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમર્થનમાં ગુજરાત NSUI કાર્યકરોના શાંતિપૂર્ણ પ્રદર્શન પર ABVPના કાર્યકરો દ્વારા લાઠી-લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં NSUIના કેટલાંક કાર્યકરોના માથા ફૂટ્યા હતા.

NSUIના કાર્યકરો પર હુમલો પોલીસની હાજરીમાં થયો હતો, પરંતુ પોલીસે JNUની જેમ મૌન રહી દર્શક બનવા જેવો વ્યવહાર કર્યો હતો. એક કાર્યકરનું માથું ફૂટી ગયું હતું અને NSUI ના ઘણા કાર્યકરોને ઈજા પહોંચી હતી.

જ્યારે NSUI ગુજરાતના મહામંત્રી અને હાર્દિક પટેલની નજીકના નિખીલ સવાણીને ચાકૂ મારવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. NSUIએ ABVPના કાર્યકરો પર ચાકૂ મારવાનો આક્ષેપ કર્યો છે.

હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે NSUIના કાર્યકરો પર થયેલા હુમલાને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે ટવિટ કરતાં લખ્યું કે  દેશની જનતા જાગૃત થઈ છે, ભાજપ અને તેની સહયોગી સંસ્થાઓ ડરી ગયા છે. દેશભરમાં સરકારનો વિરોધ કરી રહેલા નિર્દોષ લોકો પર ભાજપના લોકો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવી રહ્યા છે. દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. દેશમાં અઘોષિત કટોકટી અમલમાં આવી છે. અબે સાંભળ, તુ જેટલો અત્યાચાર કરશે તેટલું વધુ લડીશ.

તમને જણાવી દઇએ કે, ગઈકાલે અમદાવાદના પાલડી ખાતે NSUIનાં આ દેખાવો JNUમાં બુકાનીધારી ગુંડાઓએ કરેલા હુમલાના વિરોધમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બધા શાંતિથી ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક લાઠી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નિખીલ સવાણી સહિત 12થી વધુ કાર્યકરોને ઈજા પહોંચી હતી.