10મી જાન્યુઆરીએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, પણ સુપર મૂન નહીં દેખાશે, જાણો શું છે કારણ

2020નું પ્રથમ ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ થવાનું છે. આ ચંદ્રગ્રહણ શુક્રવારે રાત્રે લગભગ 10.37 વાગ્યે થશે. ચંદ્રગ્રહણની રાત્રે ઘણા લોકો પહેલાથી જ સુપરમૂન જોવા માટે ઈચ્છા રાખતા હોય છે. જોકે, તેમણે આ માટે થોડી રાહ જોવી પડશે. આ તારીખે રાત્રે ચંદ્ર બહાર આવશે, પરંતુ તે ‘સુપરમૂન’ રહેશે નહીં. આ વલયકાર ચંદ્રગ્રહણ હશે.

ચંદ્રગ્રહણ દરમિયાન સુપરમૂનની રચના એ એક ખગોળીય ઘટના છે. આ સમય દરમિયાન ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અને દૂધની જેમ ચમકે છે. સૌથી નજીક દેખાતા ચંદ્રને પેરિગી મૂન (363300 કિમી) કહેવાય છે અને સૌથી દૂરના સ્થાનને એપોજી (405500 કિમી) કહેવામાં આવે છે.

આ સ્થિતિમાં આવતા ચંદ્રને હજુ સાડા ચાર દિવસ બાકી છે.એસ્ટ્રોલજર રિચાર્ડ નોલે કહે છે કે 2020માં આવા બે ચંદ્રગ્રહણ થશે જ્યારે પૃથ્વીના જુદા જુદા ભાગોમાંથી સુપરમૂન જોઈ શકીશું. નોલેના જણાવ્યા અનુસાર  2020માં 9 માર્ચનું ચંદ્રગ્રહણ પણ આવા જ પ્રકારનું ચંદ્રગ્રહણ હશે.

નોલેના જણાવ્યા અનુસાર 2020માં 9 માર્ચે ચંદ્રગ્રહણ દરમિયાન આકાશમાં પૂર્ણ ચંદ્ર જોઈ શકશો. સુપરમૂન જોવાની આગામી તક આ આઠમી એપ્રિલે સર્જાઈ રહી છે. જોકે, કેટલાક અન્ય જ્યોતિષીઓ સૂર્યગ્રહણ પરના સુપરમૂનને જોવા માટે જુદી જુદી તારીખો જણાવી રહ્યાં છે.