રોનાલ્ડોએ સીરી-એમાં પહેલી અને કેરિયરની 44મી હેટ્રિક ફટકારી

યૂવેન્ટ્સના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ક્લબ ટૂર્નામેન્ટ સીરી-એમા પોતાની પહેલી અને કેરિયરની 44મી હેટ્રિક ફટકારી હતી. તેની આ હેટ્રિકના પ્રતાપે અહીં રમાયેલી એક મેચમાં યૂવેન્ટસે કેગલિયારોને 4-0થી હરાવ્યું હતું. રોનાલ્ડોએ 49મી, 67મી અને 82મી મિનીટમાં ગોલ કર્યા હતા. પોર્ટુગલના સ્ટ્રાઇકર રોનાલ્ડોએ છેલ્લી 15 મેચમાં 13 ગોલ કર્યા છે.

રોનાલ્ડોએ કહ્યું હતું કે હું આ લીગમાં પહેલી હેટ્રિક કરીને ઘણો ખુશ છું, પણ તેનાથી વધુ ખુશીની વાત એ છે કે મારી ટીમ ઘણું સારું રમી રહી છે. રોનાલ્ડો હેટ્રિક કરવા મામલે તેના પરંપરાગત હરીફ લિયોનલ મેસી પછી બીજા ક્રમે છે. મેસીના નામે 47 હેટ્રિક છે.