ઈરાનમાં પ્લેન ક્રેશ: યુક્રેનની ફ્લાઈટના તમામ 176 મુસાફરોના મોત

ઇરાનની રાજધાની તેહરાનના ઇમામ ખૌમેની એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં તમામ 176 મુસાફરોનાં મોત નીપજ્યાં છે. મુસાફરો અને ક્રૂ મેમ્બરોને લઈ જતા યુક્રેનનું વિમાન ફ્લાય થયા પછી તરત જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના કલાકો પહેલા ઈરાને ઇરાકમાં અમેરિકાના સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ઈરાને દાવો કર્યો છે કે આ આ હુમલામાં 80 અમેરિકાની સૈનિકો માર્યા ગયા છે.

ઈરાનની ઓફિશિયલ ચેનલે જણાવ્યું કે વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે. પ્લેન ક્રેશમાં કોઈ બચ્યું નથી. ઇરાની મીડિયા રિપોર્ટ અનુસાર બોઇંગ 737-800 જેટ રાજધાની તેહરાનથી ઉડ્યા પછી મીનીટોમાં પારંદમાં ક્રેશ થયું હતું.

ઈરાનની રેસ્ક્યુ એજન્સી રેડ ક્રેસેન્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો પરથી એ જાણી શકાયું છે કે પ્લેન ક્રેશમાં કોઈ બચી શક્યું નથી.