એર પ્લેનમાં ટેક ઓફ અને લેન્ડીંગ સમયે કેમ બંધ થઈ જાય છે લાઈટ્સ?

પ્લેનમાં બેસતી વખતે, તમે નોંધ્યું હશે કે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. સીટ બેલ્ટ ક્યારે બાંધવું અને દૂર કરવું, ક્યારે શૌચાલયનો ઉપયોગ કરવો, સીટની ઉપર ઓક્સિજન માસ્કનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો, જ્યારે સીટની સામેનું સ્ટેન્ડ ક્યારે ખોલવું અને બંધ કરવા જેવા નિયમો વિમાની એર હોસ્ટેસ અથવા ફ્લાઇટ એટેન્ડન્ટ મુસાફરોને બતાવે છે. પરંતુ આ સાથે એવી ઘણી વસ્તુઓ વિમાનમાં થાય છે, જેના વિશે તમને કહેવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે ટેકઓફ અને લેન્ડીંગ દરમિયાન લાઇટ્સ કેમ બંધ કરવામાં આવે છે? આ સવાલ તમારા મગજમાં પણ આવ્યો જ હશે, તો હવે જાણો અહીં જવાબ…

કોકપિટ કોન્ફિડેશનલના લેખક અને પાયલટ પેટ્રિક સ્મિથે  ટેલિગ્રાફને કહ્યું હતું કે ટેકઓફ અને લેન્ડીંગ દરમિયાન લાઇટ બંધ કરવાના એક નહીં પણ ત્રણ કારણો છે.

અંધારામાં એડજસ્ટ થવું

પ્લેનમાં આપણી આંખો એડજસ્ટ થવા માટે 10થી 30 મીનીટનો સમય લાગે છે. પ્લેનમાં જો અચાનક કંઈ થઈ જાય અને પાવરકટની સ્થિતિ સર્જાય તો આવામાં મુસાફરો ગભરાઈ ન જાય. આ કારણે ટેક ઓફ અને લેન્ડીંગ સમયે લાઈટ બંધ કરી દેવામાં આવે છે.

ઈમરજન્સી લાઈટ્સ

લેન્ડીંગ અને ટેકઓફ સમયે લાઈટ્સ બંધ કરવાનું મહત્વું કારણ એ પણ છેકે ઈમરજન્સી લાઈટ્સ સ્પષ્ટ રીતે જોઈ શકાય. આ ઈમરજન્સી લાઈટ્સ તમારી સીટની ઉપર બનાવેલા રેડ અને યલો લાઈટ્સ રૂપે દેખાય છે. જે તમને એક્શન માટે સિગ્નલ આપવાનું કામ કરે છે.

લેન્ડીંગ અને ટેકઓફ સમયે એક્સિડન્ટ 

લેન્ડીંગ અને ટેકઓફ સમયે અકસ્માત વધુ થાય છે પ્લેનમાં લાઇટ બંધ કરવા માટેનું બીજું કારણ એ છે કે મોટાભાગના અકસ્માતો લેન્ડીંગ અને ટેકઓફ દરમિયાન થાય છે. તેથી હવે એરલાઈન્સ લેન્ડીંગ અને ટેકઓફ સમયે લાઈટ્સ બંધ રાખે છે.