આ કારણોસર ગુજરાતમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્ય મોટર વાહન (સંશોધન) અધિનિયમ-2019ના નિયમોનું પાલન ન કરનારા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચેતવણી આપી છે. કેન્દ્રનું કહેવું છે કે, વાહન વ્યવહારના સંશોધિત નિયમો વિરુદ્ધ જઈને દંડ વસૂલનારા રાજ્યોની પાસે આવું કરવાનો અધિકાર નથી. જો કોઈ રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ જઈને દંડની રકમ ઘટાડશે, તો તેને સંવેધાનિક પ્રાવધાનોનું ઉલ્લંઘન માનીને કેન્દ્ર ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગી શકે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે કહ્યું કે, કોઈ પણ રાજ્ય મોટર વાહન (સંશોધન) અધિનિયમ, 2019ના વૈધાનિક પ્રાવધાનો અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડને તેની નિર્ધારિત મર્યાદા કરતા ઓછી ના કરી શકે. મંત્રાલયે કહ્યું કે, કોઈપણ કાયદો કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં સુધી લાગૂ ના કરી શકાય, જ્યાં સુધી તેને ભારતના રાષ્ટ્રપતિની સહમતિ પ્રાપ્ત ના હોય.

મંત્રાલયે રાજ્યોને મોકલેલા પોતાના પરામર્શમાં કહ્યું છે કે, મોટર વાહન (સંશોધન) અધિનિયમ ૨૦૧૯ સંસદમાં પાસ થયેલો કાયદો છે. રાજ્ય નક્કી કરવામાં આવેલી મર્યાદાને ઘટાડવાને લઈને કોઈ કાયદો પાસ ન કરી શકે અને કાર્યવાહીનો આદેશ પણ ના આપી શકે.

ઘણા રાજ્યો દ્વારા કેટલાક મામલાઓમાં દંડની રકમ ઓછી કર્યા બાદ પરિવહન મંત્રાલયે આ મુદ્દા પર કાયદા મંત્રાલય પાસે સલાહ માગી હતી. કારણ કે, સપ્ટેમ્બર-2019થી નવા મોટર વાહન એક્ટમાં વાહન વ્યવહારના નિયમોના ઉલ્લંઘન પર પ્રાવધાનોને કડક કરવામાં આવ્યા છે.

સરકારે એ વાતની પણ જાણકારી આપી હતી કે, ગુજરાત, કર્ણાટક, મણિપુર અને ઉત્તરાખંડના કેન્દ્ર દ્વારા સંશોધિત કરવામાં આવેલા કાયદા વિરુદ્ધ જઈને કેટલાક અપરાધોના મામલામાં દંડની રકમને ઓછી કરી હતી.

રૂપાણી સરકારે આપેલી ટ્રાફિક દંડમાં રાહત અને હેલમેટમાંથી મુક્તીમા પારોઠના પગલા ભરવાની સ્થિતી ઉભી થઇ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તેમણે બનાવેલા મોટર વ્હીકલ એક્ટની દંડની જોગવાઇમાં કોઇ પણ રાજ્ય ઘટાડો કે મુક્તિ નહી આપી શકે. ટ્રાફિક દંડમાં ફેરફાર કરનારા રાજયો પર રાષ્ટ્રપતિ શાસનની ચેતવણી અપાઇ છે. ગુજરાત સરકારે ટ્રાફિકના કાયદામાં જાતે ફેરફાર કર્યા છે અને આ કારણે ગુજરાતમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજુરી વિના ટ્રાફિકના નિયમો બદલ્યા અને હેલ્મેટના કાયદાને મરજિયાત બનાવ્યો છે તો નવી ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે એવું જાણકારો જણવી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારના નવા આદેશ અંગે ગુજરાત સરકાર શું કરે છે એ જોવાનું રહે છે.