ઈરાને બદલો લીધો: આખ્ખે આખ્ખી અમેરિકન આર્મીને આતંકવાદી જાહેર કરી દીધી

ઈરાની કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યા બાદ તેહરાન અને વોશિંગ્ટન સંઘર્ષ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. કેટલીકવાર ઈરાન સુલેમાનીની હત્યાનો બદલો લેવાનું વચન આપી રહ્યું છે, તો ક્યારેક ઈરાનને અમેરિકા ધમકી આપી રહ્યું છે. આ તનાવ વચ્ચે ઇરાનની સંસદે હવે અમેરિકન સેનાને ‘આતંકવાદી’ જાહેર કરી દીધી છે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ મંગળવારે મધ્ય પૂર્વમાં હાજર અમેરિકન સૈન્યને આતંકવાદી દરજ્જો આપવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે.

રોઇટર્સ ન્યૂઝ  એજન્સીના રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે પસાર થયેલા બિલમાં અમેરિકન સરકારને આતંકવાદની ટેકેદાર ગણાવી છે. જોકે, તે સ્પષ્ટ નથી થયું કે મધ્ય પૂર્વના ક્ષેત્રમાં યુએસ સૈન્ય પર આની શું અસર પડશે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીના આ પગલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનાં બદલા રૂપે જોવામાં આવી રહ્યું છે. અમેરિકાએ આ પહેલાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસને વિદેશી આતંકીઓની યાદીમાં મૂકી દીધા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસમાં આર્મી, નેવી અને એર ફોર્સના કુલ 125,000 ફોજી છે.

આ બિલમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ અમેરિકા (કેન્ટકોમ- CENTCOM) ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. કેન્ટકોમ મધ્ય પૂર્વ અને અફઘાનિસ્તાનમાં યુએસ સૈન્ય કરવા માટે સક્રીય રહે છે.