દરવાજો બંધ કરીને છોકરીઓ કરી રહી હતી કંઇક એવું કે માંએ અંદર જતાની સાથે ચપ્પલ વડે મારી

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણાં સમયથી ફરી રહ્યો છે, જેમાં ઘરના એક રૂમનો દરવાજો બંધ કરીને બે છોકરીઓ ડાન્સ કરી રહી હોય છે અને તેવામાં જ રૂમમાં તેમની માતાની એન્ટ્રી થાય છે અને તે પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને બંનેને ઝપેટવા માંડે છે. વીડિયોમાં જોવા મળે છે કે બે છોકરીઓ પોતાના રૂમમાં મ્યુઝિક અને કેમેરા ઓન કરીને ડાન્સ કરી રહી હોય છે. લાઉડ મ્યુઝિકની સાથે આ બંને ડાન્સ કરે છે તેવા સમયે તેમની માતાની રૂમમાં એન્ટ્રી થાય છે અને જેવી તેમને બંનેને ડાન્સ કરતાં જુએ છે કે તરત જ પગમાંથી ચપ્પલ કાઢીને તેમને ફટકારવા માંડે છે. તમે પણ વીડિયો  જુઓ.

આ વીડિયો યૂટ્યુબ પર 3 જુલાઇ 2018ના રોજ અપલોડ કરાયો હતો એ વીડિય ક્યારનો અને ક્યાંનો છે તેની કોઇ માહિતી તેમાં આપવામાં આવી નથી. પણ આ વીડિયો જોરશોરથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોતા જ હસી પડાય તેવો છે. તેમાં પણ છોકરીઓ જે રીતે ડાન્સમાં મશગૂલ હોય છે તેમાં તેમને તેમની મા દરવાજો ખોલીને રૂમમાં એન્ટ્રી કરે છે તે ખબર જ પડતી નથી.