દીપિકા પાદુકોણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીની સાથે કર્યો નાગિન ડાન્સનો વીડિયો થયો વાયરલ

ટિકટોક પર રોજ કોઇને કોઇ વીડિયે વાયરલ થાય છે અને એ વીડિયોને લોકો ઘણાં પસંદ પણ કરે છે. બોલીવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ અન્ય સોશિયલ મીડિયાની સાથે ટિકટોક પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર કોઇ વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ સાથેનો તેનો પોતાનો વીડિયો ટીકટોક પર શેર કર્યો છે અને તેને લોકો પસંદ કરી રહ્યા છે. તમે પણ અહીં ટીકટોકનો એ વીડિયો જોઇ શકો છો.

@deepikapadukonebohut zyaada masti…dher sara pyaar…❤ @thelaxmiagarwalpihu

♬ original sound – deepikapadukone

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલમાં જ છપાક ફિલ્મ પૂર્ણ કરી છે અને તે 10મી જાન્યુઆરીએ રીલિઝ થઇ રહી છે ત્યારે દીપિકાએ જેની રિયલ લાઇફ પરથી આ ફિલ્મ બની છે તે લક્ષ્મી અગ્રવાલની સાથેનો એક ડાન્સિંગ વીડિયો પોતાના ટીકટોક એકાઉન્ટ પર શેર કર્યો છે. બંને નાગિન સોંગ પર ડાન્સ કરે છે. વીડિયોની શરૂઆત લક્ષ્મી અગ્રવાલથી થાય છે અને તેમાં પાછળથી દીપિકા આવીને જોઇન કરે છે. વીડિયોની કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે કે બહુત જ્યાદા મસ્તી, ઢેર સારા પ્યાર. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 મીલિયનથી વધુ લાઇક મળી છે અને 54 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે. જ્યારે 11 હજારથી વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.