અમદાવાદમાં APVP-NSUIના કાર્યકરો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી, નિખીલ સવાણીને ઈજા, ભારે હંગામો

અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને ભાજપની વિદ્યાર્થી પાંખ APVPના કાર્યકરો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. બન્ને પક્ષોના કાર્યકરો સામ-સામે આવી જતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને મારામારી કરી રહેલા કાર્યકરોને ભગાડ્યા હતા. આ ઘટનામાં NSUIના 12 કાર્યકરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના ત્યાર બની કે જ્યારે કોંગ્રેસના કાર્યકરો APVPના કાર્યાલય સામે દેખાવ કરવા જઈ રહ્યા હતા ત્યારે પાલડી ચાર રસ્તા પર જ કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો.લાકડીના ફટકા મારવામાં આવ્યા અને તેમાં નિખીલ સવાણી સહિતના કોંગ્રેસના 12 કાર્યકરોને ઈજા પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા જયેશ પટેલે જણાવ્યું કે ભાજપની વિદ્યાર્થી પાંખ APVP દ્વારા કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. નિખીલ સવાણી પર હુમલો નિંદનીય છે અને APVP પોતના ગુંડાઓને માપમાં રાખે. APVPના કાર્યકરોએ સમજી લેવાની જરૂર છે કે સત્તા કાયમી નથી અને APVPની આ કરતૂત વિદ્યાર્થી જગત માટે શરમજનક છે.

તેમણે આરોપ મૂક્યો હતો કે શું ભાજપના વિદ્યાર્થી સંગટનના કાર્યાલયોમાં કલમની જગ્યાએ લાકડીઓ અને છરા રાખવામાં આવે છે. ગાંધી અને સરદારના માર્ગે આંદોલન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની ભાજપ હવે વધુ પરીક્ષા ન લે.