ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2020 : રેડ કાર્પેટ પર નિક સાથે પ્રિયંકા ચોપરાની હાજરી

77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટેની રેડ કાર્પેટ પર સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો. ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસ સાથે આ ઇવેન્ટમાં હાજરી આપવા આવી હતી. પ્રિયંકા ગુલાબી રંગના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી અને તેણે પોતાના લુકને વધુ ગોર્જીયસ બનાવવા માટે ડાયમંડ નેકલેસ વડે તેને પૂર્ણતા આપી હતી તો નિક બ્લેક ટક્સમાં જોવા મળ્યો હતો. બંનેએ એકસાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો અને ફોટોગ્રાફરોની વિનંતીને પગલે એકલી પ્રિયંકાએ પણ બધાને પોઝ આપ્યો હતો. આ દરમિયાન પ્રિયંકાએ પોતાની સિગ્નેચર સ્ટાઇલ બંને હાથ જોડીને બધાનું અભિવાદન કરતીં પણ જોવા મળી હતી.

ગોલ્ડન ગ્લોબ એવોર્ડની જાહેરાત કરવામાં આવી તેમાં અભિનેતા ટોમ હેન્કસને સેસિલ બી ડિમિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને આ એવોર્ડ મનોરંજમન જગતમાં તેના યોગદાન માટે આપવામાં આવ્યો હતો, જ્યારે બ્રેડ પિટને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો. બ્રેડ પિટને આ એવોર્ડ તેની ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન હોલિવુડ માટે અપાયો હતો.

કોઇ ટેલિવિઝનન સીરિઝમાં કોઇ પણ અભિનેતા દ્વારા્ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટેનો સૌથી પહેલો એવોર્ડ યૂસુફ રામીને અપાયો હતો. રામીને આ એવોર્ડ તેના શો રામી માટે મળ્યો હતો. જ્યારે વિદેશી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ દક્ષિણ કોરિયાની પેરાસાઇટને અપાયો હતો. જ્યારે સિમિત સીરિઝ કે ટેલિવિઝન માટે બનેલા મોશન પિક્ચરમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ધ લાઉડેસ્ટ ચોઇસ માટે રસેલ ક્રોને મળ્યો હતો. સીમિત સીરિઝ કે ટેલિવિઝન માટે બનેલી મોશન પિક્ચર માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ ચેર્નોબિલ સીરિઝ માટે સ્ટેલન સ્કાર્સગાર્ડને મળ્યો હતો.