ટીવી અભિનેત્રી નેહા પેન્ડસેએ બોયફ્રેન્ડ શાર્દુલ બયાસ સાથે 7 ફેરા ફરી લીધા

બિગ બોસ 12ની સ્પર્ધક અને મે આઇ કમ ઇન મેડમ તેમજ ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા શો કરી ચુકેલી ટીવી અભિનેત્રી નેહા પેન્ડસેએ પુણે ખાતે પોતાના બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ બયાસ સાથે 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા હતા, તેમના લગ્ન મરાઠી રીતિ રિવાજ અનુસાર થયા હતા. આ દરમિયાન નેહા મરાઠી દુલ્હનના રૂપમાં ઘણી સુંદર લાગતી હતી. તેણે પેસ્ટલ પિન્ક કલરની નવવારી સાડી પહેરી હતી અને ટ્રેડિશનલ નથણી તેમજ મરાઠી સ્ટાઇલની ચંદ્રાકાર બિન્દી લગાવી હતી.

શાર્દુલ સાથેના લગ્ન અંગે નેહાએ કહ્યું હતું કે હું આ તબક્કે ઘણી ખુશ છું. હું મારા સપનાના રાજકુમાર સાથે લગ્ન કરી રહી છું અને એક નવા તેમજ બહેતર પરિવારમાં સામેલ થવા જઇ રહી છું. તેઓ ઘણાં સારા લોકો છે અને મારી જીંદગી ત્યાં શરૂ કરવા માટે વધુ રાહ જોઇ શકતી નથી. .આ મારી જીંદગીનો સૌથી સારો અહેસાસ છે. હું મારા જીવનમાં એ લોકોનો કેવી રીતે આભાર માનું જેમણે આ પ્રસંગને વધુ ખુબસુરત બનાવ્યો છે.

એ ઉલ્લેખનીય છે કે લગ્નના એક દિવસ પહેલા જ તેની સગાઇ થઇ હતી અને સંગીત સેરેમનીમાં નેહા અને શાર્દુલે ઘણી મસ્તી કરી હતી. નેહા સાથેના લગ્ન બાબતે તેનો પતિ શાર્દુલ પણ ઘણો ખુશ જણાતો હતો. નેહાનો પતિ શાર્દુલ મહારાષ્ટ્રના એક રાજકીય પરિવાર સાથે સંબંધ ઘરાવે છે. નેહાએ પોતાની કેરિયર ટીવી ઇન્ડસ્ટ્રીમાં કેપ્ટન હાઉસ સીરિયલથી શરૂ કરી હતી તે પછી તેણે પડોશન, હસરતે, મીઠી મીઠી બાતે, ભાગ્યલક્ષ્મી. સિરીયલ કરી હતી. આ ઊપરાંત તે હિન્દી ફિલ્મો પ્યાર કોઇ ખેલ નહી, દાગ ધ ફાયર, દીવાને, તુમસે અચ્છા કૌન હૈ અને દેવદાસ વગેરેમાં પણ કામ કરી ચુકી છે.