જાપાનની કેન તનાકાએ 117મો જન્મદિન ઉજવ્યો : બની વિશ્વની સૌથી વધુ વય ધરાવતી વ્યક્તિ

જાપાનની કેન તનાકા વિશ્વની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બની ગઇ છે. રવિવારે તેણે ફુકુઓકા નર્સીંગ હોમમાં પોતાના નજીકના સાથીઓ સાથે પોતાનો 117મો જન્મદિન ઉજવ્યો હતો. તનાકાનો જન્મ 2 જાન્યુઆરી 1903ના રોજ થયો હતો. ગત વર્ષે 9મી માર્ચે 116 વર્ષ અને 66 દિવસ પુરા કર્યા પછી વિશ્વની સૌથી વધુ વય ધરાવતી મહિલા તરીકે તેનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરાયું હતું અને તેનુ સર્ટિફિકેટ પણ તેને આપવામાં આવ્યું હતું. તે 8 ભાઇ બહેનોમાં સૌથી નાની છે.

તનાકાના 8 પોત્ર પોત્રીઓ છે. 9 વર્ષની વયે તેના લગ્ન હિદેઓ તનાકા સાથે થયા હતા અને તેને ચાર સંતાન છે. તે પછી તનાકાએ એક બાળક દત્તક પણ લીધું હતું. તનાકાના પતિ અને સૌથી મોટા પુત્રનું નિધન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયું હતું. તે પછી તનાકા એક દુકાન ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ભરણપોષણ કરતી હતી. આ પહેલા વિશ્વના સૌથી વધુ વય ધરાવતી વ્યક્તિ તરીકેનો એવોર્ડ જાપાનની જ અન્ય એક મહિલા ચિયો મિયાકોને નામ હતો. જેવું 117 વર્ષની વયે જુલાઇમાં નિધન થયું હતું. જાપાનના લોકો પોતાની સારી દિનચર્યાને કારણે વિશ્વના અન્ય દેશોના લોકો કરતાં ઓછા બિમાર પડે છે.