બ્લેક મનીને લઈ મોદી સરકારને મોટી સફળતા, 1,038 કરોડ રૂપિયા હોંગકોંગ મોકલાયા, 51 કંપની સામે કેસ

કાળા નાણાં સામે સરકારને મોટી સફળતા મળી છે. સીબીઆઈએ 2014-15માં 1,038 કરોડ રૂપિયાના બ્લેક મની હોંગકોંગ મોકલવા માટે 51 કંપનીને શોધી કાઢી છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ 51 કંપનીઓ, ત્રણ સરકારી બેંકો – બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્કના અજાણ્યા અધિકારીઓની સાંઠગાંઠમાં હોંગકોંગ ખાતે 1,038 કરોડ બિન હિસાબી નાણાને મોકલવામાં આવ્યું હતું.

મોટા ભાગની આ કંપનીઓના માલિક ચેન્નાઈના છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને જાણ કરવામાં આવી હતી કે આ બેંકોની ચાર શાખાઓમાં ફક્ત 51 કંપનીના કરન્ટ અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને 1,૦38..34 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે માલની આયાત માટે અગાઉથી ચુકવણી રૂપે વિદેશમાં પૈસા મોકલવા માટે 24 ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હેઠળ 488.39 કરોડ રૂપિયા ડોલરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે ફોરેન ટૂર માટે 549.95 કરોડની રકમ મોકલવા માટે 27 ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.