120 ભાષામાં ગીત ગાનારી યુવતીને ઓળખો, જીતી લીધો દુનિયાનો પ્રસિદ્વ એવોર્ડ

કેટલાક લોકોમાં એટલું બધું ટેલેન્ટ હોય છે કે તેને પારખવું મુશ્કેલ બની જાય છે. પણ જ્યારે આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળે છે તો સફળતા એના પગ ચૂમે છે. આ વાતનો જીવંત દાખલો બની છે મૂળ ભારતીય અને દુબઈમાં રહેતી સૂચેતા સતીશ. સૂચેતાએ 14 વર્ષની નાની ઉંમરમાં 120 ભાષાઓમાં ગીત ગાઈ ‘ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડિજી એવોર્ડ 2020’ જીતી લીધો છે.

સૂચેતાએ માત્ર 12 વર્ષની ઉંમરમાં 102 ભાષાઓમાં 6 કલાક 15 મીનીટ સુધી સતત ગીત ગોવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૂચેતાને દુબઈની ઈંડીયન હાઈસ્કુલમાં કોકીલા કહેવામાં આવે છે.આ એવોર્ડ નૃત્ય, સંગીત, કલા, લેખન, અભિનય, મૉડલિંગ, વિજ્ઞાન, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં બાળકોની કુશળતાને સામે લાવવાનું એક પ્લેટફોર્મ છે.

આ એવોર્ડ ડૉ. એપીજે અબ્દુલ કલામ ઈંટરનેશનલ ફાઉન્ડેશન અને ઓસ્કર વિજેતા અને સંગીત નિર્માતા એઆર રહમાન દ્વારા આધારિત છે. આ એવોર્ડ ફંક્શનનું આયોજન શુક્રવારે દિલ્હીમાં આયોજીત કરવામાં આવી હતી, જેમાં સુચેતાને અન્ય 99 બાળકોને અલગ અલગ કક્ષામાં એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નોબેલ સન્માનિત કૈલાશ સત્યાર્થી હતા.સૂચેતાએ જણાવ્યું હતું કે, મને મારી સિદ્ધીઓ માટે એવોર્ડ મળ્યો છે. કારણ કે, મે એક કાર્યક્રમમાં વિવિધ ભાષાઓમાં ગીત ગાયું હતું અને બીજો રેકોર્ડ સૌથી લાંબા સમય સુધી ગીત ગાવાનો હતો. મેં આ સિદ્ધી માત્ર 12 વર્ષની ઉંમરમાં ભારતીય દુતવાસના એક સભામાં મેળવી હતી, જ્યાં મેં 102 ભાષામાં 6 કલાકથી વધુ સમય સુધી ગીત ગાયું હતું.વર્તમાન સમયમાં સૂચેતા 12 ભાષામાં ગીત ગાઈ રહી છે. સાથે જ અરબી ભાષામાં તેણીનો બીજો આલ્બમ ‘યા હબીબી’ પણ રીલીઝ થઈ ગયું છે. સૂચેતા સંગીતની સાથે પોતાનો અભ્યાસ પણ ખૂબ સારી રીતે કરે છે.

તેણીએ જણાવ્યું હતું કે, મેં દરરોજ રીયાઝ કરવા માટે એક નિયમ બનાવ્યો છે અને ભગવાનની કૃપાથી મારા અભ્યાસ પર કોઈપણ જાતની અસર વગર હું કરી શકું છું.