અમદાવાદ-રાજકોટમાં 134 બાળકોના મોત અંગે CM રૂપાણીનું મૌન, કશું પણ બોલ્યા નહીં

અમદાવાદ અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં પાછલા એક મહિના દરમિયાન એટલે કે ડિસેમ્બર મહિનામાં 134 બાળકોના મોત થયા છે. બાળકોના મોત પાછળ કુપોષણ, જન્મજાત બિમારી અને કસુવાવડ તથા માતાનું કુપોષિત હોવાના કારણો મુખ્ય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બાળકોના મોત અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તો મુખ્યમંત્રી રૂપાણી આ સવાલ પર કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વિના જ ચાલ્યા ગયા હતા.

જૂઓ વીડિયો…

હાલ રાજસ્થાનના કોટામાં ડિસેમ્બર મહિના દરમિયાન 104 બાળકોના મોતને લઈ હોબાળો મચ્યો છે. ગેહલોત સરકાર પર ભાજપ દ્વારા વિવિધ રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને રાજકોટમાં ડિસેમ્બર મહિના દરમિયાન બાળકોના થયેલા મોત અંગે ગુજરાતની ભાજપ સરકારના વડાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.