નીતિન પટેલના ખુલાસામાંથી બહાર આવ્યો ચોંકવનારો આંકડો: એક હજારે 30 બાળકો મૃત્યુ પામે છે તો 12 લાખે કેટલા મૃત્યુ પામે છે?

અમદાવાદ-રાજકોટની સરકારી હોસ્પિટલોમાં 134 બાળકોના થયેલા મોત અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ કેટલીક સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટતામાંથી કેટલાક સવાલો પણ ઉભા થયા છે જે ગંભીર પ્રકારના છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં દર એક હજારે 30 બાળકો મોને ભેટે છે અને દર વર્ષે ગુજરાતામાં 1 લાખ બાળકો જન્મે છે.

સવાલ એ થાય છે કે દર વર્ષે 12 લાખ બાળકો જન્મે છે અને એક હજારે 30 બાળકો મૃત્યુ પામે છે. જો દર વર્ષે ગુજરાતમાં 12 લાખ બાળકો જન્મતાં હોય તો એક હજારે 30 બાળકોના મોતની ગણતરીએ ગુજરાતમાં 35થી 36 હજાર બાળકો દર વર્ષે મોતને ભેટે છે.

નીતિન પટેલે કહ્યું કે આ અગાઉ બાળકોનું મૃત્યુ દર 40થી 45 હતું. ગુજરાત સરકાર અને સામાજિક સંસ્થાઓના પ્રયાસોના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળકોના મોતના કિસ્સામાં કૂપોષણ, માતાનું કૂપોષિત હોવું, જન્મજાત સમસ્યા વગેરે કારણભૂત છે. સરકાર દ્વારા હોસ્પિટલોમાં સુવિધા ઉભી કરવામાં આવી રહી છે અને તેના પરિણામો મળી રહ્યા છે.