મલંગનું નવું પોસ્ટર રિલીઝ, દિશા પટની આવી રીતે આદિત્યને કીસ કરતા જોવા મળી

ફિલ્મ મલંગનું ટ્રેલર 6 જાન્યુઆરીએ રિલીઝ થનાર છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. હવે આ ફિલ્મનું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. દિશા પટની અને આદિત્ય રોય કપૂર પોસ્ટરમાં કીસ કરતા જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં દિશા અને આદિત્યની સિઝલિંગ કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે.

આ ફિલ્મના કલાકારો સખત મહેનત કરી રહ્યા છે. દિશા અને આદિત્યએ ફિલ્મ માટે વોટર કીસીંગ સીન હેઠળ ટ્રેનીંગ લીધી છે. ફિલ્મના એક દ્રશ્ય માટે દિશા અને આદિત્યને એક મિનિટ માટે પાણીની નીચે રહેવું પડ્યું, તેથી તેમને કેટલા સમય સુધી પાણીમાં રહી શકાય તેના માટે  ટ્રેનીંગ આપવામાં આવી હતી.

આ પહેલા પણ ફિલ્મના ઘણાં પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યાં છે. એક પોસ્ટરમાં આદિત્ય ગુસ્સમાં જોવા મળી રહ્યો છે. આદિત્યએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે ‘પ્રેમની જેમ નફરત પણ પવિત્ર હોય છે. દિશા પટનીનો લુક પણ સિમ્પલ હતો.

ફિલ્મનું ટ્રેલર 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. મોહિત સુરીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગે સાથે કર્યું છે. આ ફિલ્મમાં આદિત્ય, દિશા ઉપરાંત અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. એવા રિપોર્ટ છે કે, આ ફિલ્મમાં અનિલ કપૂર પોલીસની ભૂમિકામાં હોઈ શકે છે. થોડા સમય પહેલા અનિલનો ફોટો વાયરલ થયો હતો. ફોટોમાં અનિલ પોલીસની ગણવેશમાં જોવા મળ્યો હતો.