દેશની નવી દુકાન: એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર આપવા લોન્ચ થયું “જિઓ માર્ટ”, આ છે બચતની ઓફર

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે પોતાના નવા ઈ-કોમર્સ વેન્ચર જિઓ માર્ટનું સોફ્ટ લોન્ચીંગ કરી દીધું છે. જિઓ માર્ટે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રિ-લોન્ચ ઓફર પણ આપવાની જાહેરાત કરી છે. કંપનીની વેબસાઈટ મુજબ આ પ્લેટફોર્મ પરથી લાઈવ થતાં પહેલાં જે ગ્રાહકો જિઓ માર્ટ માટે પ્રિ-રજિસ્ટર કરી રહ્યા છે તેમને ત્રણ હજાર રૂપિયા સુધીની બચત કરવાની ઓફર કરાઈ છે.

રજિસ્ટ્રેશન માટે ગ્રાહકે પોતાનું નામ, મોબાઈલ નંબર અને પીનકોડ જેવી વિગતો આપવાની રહેશે. કંપનીએ અત્યારે માત્ર મુંબઈમાં જ જિઓ માર્ટ શરૂ કર્યું છે પણ આને વહેલી તકે અન્ય શહેરોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

રિલાન્યસ દ્વારા લાંબા સમયથી દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટૂ-ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. હાલ દેશમાં 15,000 કરીયાણા સ્ટોર ડિજીટાઈઝ્ડ થયા છે. રિલાયન્સ પોતાના હાઈ-સ્પીડ 4G નેટવર્ક મારફત ગ્રાહકોને તેમની આજૂબાજુના કરીયાણા સ્ટોર્સ સાથે જોડશે, જેનાથી ગ્રાહકોને ઘેરબેઠાં અનાજ-કરીયાણું મળી જશે.

જિઓ માર્ટ પોતાના યૂઝર્સને 50 હજાર રૂપિયા કરતાં પણ વધારાની ગ્રોસરી પ્રોડક્ટ્સ, ફ્રી હોમ ડિલીવરી, નો કવેશ્ચન આસ્ક્ડ રિટર્ન પોલીસી અને એક્સપ્રેસ ડિલવરી પ્રોમીસ ઓફર કરી રહ્યું છે.