સતત ત્રીજા દિવસે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ, 10,000 લોકો 6000 વાહનો ફસાયા

ઉત્તર ભારતમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ભારે હિમવર્ષા અને ભૂપ્રપાતના લીધે જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-લેહ હાઇવે સતત ત્રીજા દિવસે બંધ રહેતા આ રૂટ પર હજારો યાત્રીઓ ફસાયાં હોવાના અહેવાલ છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુક્રવારે સતત ત્રીજા દિવસે બંધ રહ્યો હતો, કારણ કે ભૂસ્ખલન બાદ રસ્તો સાફ કરવાની કામગીરીને લીધે ટ્રાફિક અવારોધાયો છે. આને કારણે લગભગ 6,૦૦૦ વાહનો ફસાયેલા છે. હાઇવે બંધ થવાને કારણે જમ્મુથી બાનિહલ અને કાશ્મીર તરફ જવાહર ટનલની બીજી બાજુ વચ્ચે વિવિધ સ્થળોએ 6,500 થી વધુ વાહનો અટવાયા હતા.

છેલ્લા બે દિવસમાં જયસ્વાલ પુલ અને ડિગડોલ નજીક ચંદ્રકોટમાં કરોલ ખાતે ભૂસ્ખલન થયું હતું. જમ્મુ, સામ્બા, ઉધમપુર અને રામબેન જિલ્લામાં વાહનો ફસાયેલા હતા. શુક્રવારે હાઇવે બંધ રહ્યો હતો અને નાકાબંધી દુર કરવાની કામગીરી ચાલુ છે. રેમ્બન જિલ્લામાં કેટલાક સ્થળોએ ભૂસ્ખલન બાદ રસ્તો સાફ કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. શુક્રવાર સાંજ સુધીમાં તે સાફ થઈ જશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.