યુએસ અને ઇરાન વચ્ચે એકવાર ફરીથી જંગ છેડાઈ ગઈ છે. યુએસએ ઈરાનના શક્તિશાળી ફૌજી જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યો છે. અમેરીકાએ ઇરાની જનરલ પર ડ્રોનથી હુમલા કર્યો હતો. હવે ઇરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે તે જનરલ સુલેમાનીના મોતનો બદલો લેશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધને ખતમ કરવા સુલેમાનીને ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ દાવો કરતાં કહ્યું છે કે સુલેમાની ભારત વિરુદ્વ આતંકી ષડયંત્રમાં સામેલ હતો.
1998થી સુલેમાની ઇરાનની કુદસ ફોર્સના કમાન્ડર હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી) દ્વારા વિદેશોમાં ગુપ્ત ઓપરેશન કરે છે અને સીધા ખૌમેનીને રિપોર્ટ કરે છે. મંગળવારની રાત્રે બગદાદમાં યુએસ દુતાવાસ પર સેંકડો પ્રદર્શનકારોના જમાવડા બાદ અમેરિકાએ સુલેમાનીને ઠાર કર્યો હતો.
બીજી તરફ આયાતોલ્લાહ ખૌમેનીએ જણાવ્યું હતું કે ધરતી પરના શ્રેષ્ઠ કમાન્ડરની હત્યા કરવામાં આ છે. જેમણે દુનિયામાં બુરાઈઓ અને લૂંટારૂઓ વિરુદ્વ લડાઈ લડી હતી. ખૌમેનીએ કહ્યું કે તેમના નિધનથી મિશન અટકશે નહીં પણ જે અપરાધીઓએ ગુરુવારે રાત્રે સુલેમાની અને અન્ય લોકોને શહીદ કરી પોતાના લોહીથી રંગ્યા છે તેમની સામે બદલો લેવામાં આવશે.
ફ્લોરિડાના પામ બીત ખાતે માર-એ-લાગો રિસોર્ટમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે સુલેમાનીએ નિર્દોષ લોકોના મોતને પોતાનું જનૂન બનાવી લીધું હતું તેણે નવી દિલ્હી અને લંડનમાં આતંકી ગવિવિધિઓને અંજામ આપ્યો હતો. આજે આપણે સુલેમાનીના અત્યાચારથી પીડિત લોકોને યાદ કરીએ છે અને તેમના પરિવારજનોને દિલાસો આપીએ છીએ કે હવે આતંકીનું રાજ ખમત થઈ ગયું છે.
જોકે, ટ્રમ્પે ભારતમાં સુલેમાની અંગેના હુમલા વિશે સ્પષ્ટતા કરી નથી પણ દિલ્હીમાં 2012ની ઘટનાને યાદ કરી હતી. 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્નીને ટારગેટ કરવામાં આવી હતી. ઈઝરાયેલી મહિલા યેહુશુઆને આ હુમલામાં ઈજા પહોંચી હતી અને તેના શરીરમાંથી છરા કાઢવામાં આવ્યા હતા. આ ઘટના 13, ફેબ્રુઆરી-2012માં બની હતી. મહિલાની કારમાં પહેલેથી જ બોમ્બ ફીટ કરી દેવામાં આવ્યો હતો.