રતન ટાટાની પીટીશનમાં ઘટસ્ફોટ: “સાયરસ મિસ્ત્રીએ ટાટા બ્રાન્ડની ઈમેજ ખરાબ કરી”

ટાટાગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાના NCLTના ચૂકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે ફરીથી સ્થાપિત કરવાનો ચૂકાદો ગયા મહિને નેશનલ કંપની લો અપીલટ ટ્રીબ્યુનલ (NCLT) દ્વારા આપવામાં આવ્યો હતો. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે આ ચૂકાદાને કોર્ટમાં પહેલેથી જ પડકાર આપી ચૂકી છે. સાયરસ મિસ્ત્રીને 2016માં ટાટા ગ્રુપના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

રતન ટાટા 110 અબજ ડોલર ધરાવતી ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના માનદ અધ્યક્ષ છે. ટાટા સન્સમાં ટાટાના અલગ અલગ ટ્રસ્ટોનો હિસ્સો 65.89 ટકા છે. રતન ટાટા લાંબા સમયથી આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહ્યા છે. પોતાની અરજીમાં તેમણે કહ્યું છે કે સાયરસ મિસ્ત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટરના પાવર પોતાના હાથમાં લઈ લીધા હતા.

રતન ટાટાએ સાયરસ મિસ્ત્રી પર ‘ટાટા બ્રાન્ડ’ની ઈમેજ દૂષિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમના કહેવા મુજબ  સાયરસ મિસ્ત્રીને ‘નેતૃત્વનો અભાવ હતો’ કારણ કે ચેરમેન બન્યા બાદ પણ તેઓ પોતાના પરિવારને બિઝનેસથી અલગ કરવા માંગતા ન હતા. ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે આ શરત લાગુ કરવામાં આવી હતી.

રતન ટાટાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, “સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો ધરાવતી કંપની શાપુરજી પાલનજી ગ્રુપના પ્રતિનિધિ તરીકે નહીં, સંપૂર્ણ વ્યવસાયિક રીતે ટાટા સન્સના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.” અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ‘NCLTએ ખોટી રીતે કહ્યું છે કે શાપુરજી પાલનજી ગ્રુપની કોઈ પણ વ્યક્તિ ટાટા સન્સનો ડિરેક્ટર બની જાય છે. આ ખોટું છે અ ટાટા સન્સના નિયમોની વિરુદ્વ છે.

રતન ટાટાએ દાવો કર્યો હતો કે સાયરસ મિસ્ત્રીએ બધા પાવર પોતાના હાથમાં લીધા હતા. આને કારણે ટાટા જૂથની કંપનીઓના કાર્યકારી બાબતોમાં ડાયરેક્ટર બોર્ડના સભ્યો અલગતા અનુભવતા હતા, જેમનું ટાટા સન્સમાં રોકાણ હતું.

બીજી તરફ શ્રી દોરબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે એનસીએલએટીના નિર્ણયમાં ગંભીર કાયદાકીય ખામીઓ છે. આ બંને ટ્રસ્ટ ટાટા સન્સની માલિકીનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે 50 ટકાથી ઉપર છે.

બીજી તરફ શ્રી દોરબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે NCLTના નિર્ણયમાં ગંભીર કાયદાકીય ખામીઓ છે. આ બંને ટ્રસ્ટ ટાટા સન્સની માલિકીનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે 50 ટકાથી ઉપર છે.

NCLTના ચૂકાદા સામે ટાટા ગ્રૂપની કેટલીક કંપનીઓ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ટાટા ટેલિ સર્વિસિસ લિમિટેડે પોતાની અરજીમાં કહ્યું છે કે NCLT કે NCLATએ સુનાવણી દરમિયાન પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા. કંપનીના જણાવ્યા મુજબ NCLTનો ચૂકાદો ન્યાયના કુદરતી સિદ્ધાંતનું ઉલ્લંઘન છે.