સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મહાસંગ્રામ, આમ આદમી પાર્ટીએ ફૂંકી દીધું પ્રચારનું રણશિંગું

2020માં જ્યારે સ્થાનિક સ્વરાજ્ય તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા પ્રચાર,મજબુત સંગઠન તેમજ જનસંપર્કની તૈયારીઓ પુરજોશમાં શરુ કરી દેવામાં આવી છે.

સુરત આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવણાીએ જણાવ્યું કે ચૂંટણી તૈયારીઓનાં ભાગરુપે સુરતના મોટાવરાછા મોટાવરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ વરાછાના યોગીચોક સાંજે નવ વાગે પાટીના ગુજરાતના અઘ્યક્ષ કિશોર દેસાઇની અઘ્યક્ષતામાં યુવા જાગૃતિ સમેલન યોજાયુ હતું, જેમાં ગુજરાતના માજી મુખ્યંમંત્રી સુરેશ મહેતા તેમજ માજી કેબીનેટ મંત્રી પ્રવિણસિહજી જાડેજા અને યુવા મોટીવેટર ગોપાલ ઇટાલીયા સહીતના આગેવાનો તેમજ SPG  અને સુરત પાસના સભ્યો સહીત મોટી સખ્યામાં કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને આપ પાર્ટીના સંગઠનને વઘુ મજબુત બનાવવાની નેમ લીઘી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યુ હતુ કે જે ભાજપને ગુજરાતની જ જનતાએ પાળી-પોષી મોટું વટવૃક્ષ બનાવ્યું છે અને તેનાંજ પરીણામો આજે સમગ્ર દેશ અને ગુજરાતની પ્રજા ભોગવી રહી છે તો ગુજરાતની ભૂલ હવે ગુજરાત જ સુઘારે જેવો નારો આપીને આગામી સમયમાં ગુજરાતમાંથી ભાજપ-કોંગ્રેસના ભ્રષ્ટ્રાચારી શાસનને ઉખાડી આપ જેવા ઇમાનદાર પક્ષને વઘારે મજબુત બનાવાવ હાકલ કરી હતી અને હાજર લોકોએ તેમની આ અપીલને ઉત્સાહભેર વઘાવી લીઘી હતી