મહારાષ્ટ્ર: એનસીપી સૌથી વધુ ફાયદામાં, ગૃહ, નાણા, સિંચાઇ અને આવાસ મંત્રાલય મળવાની આશા

શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ વૈચારિક રૂપથી શિવસેના અને કોંગ્રેસને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મદદ કરી હતી. હવે એનસીપી રાજ્યના મંત્રી મડળમાં મોટાભાગના મુખ્ય વિભાગોની સાથે સૌથી મોટા વિજેતા તરીકે ઊભરવા માટે તૈયાર છે. એનસીપીને ગૃહ, નાણા, સિંચાઇ અને આવાસ મંત્રાલય મળવાની આશા છે. ઉપમુખ્યમંત્રી પદ પણ શરદ પવારના પક્ષ પાસે જ છે. સંખ્યાની દૃષ્ટીએ પણ શિવસેનાના 15ની સામે 16 બેઠકો સાથે એનસીપી પાસે સરસાઇ છે.

સૂત્રોએ માહિતી આપી હતી કે મંત્રાલયમાં ચાલતા વિચાર વિમર્શ દરમિયાન પાર્ટીના વધુ નામો સામે આવ્યા છે. સૂત્રોએ માહિતી આપી હતી કે અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય મળી શકે છે. જ્યારે શહેરી વિકાસ મંત્રાલય શિવસેનાના એકનાથ શિંદેને મળવાની સંભાવના છે. ઓદ્યોગીક મંત્રાલય શિવસેનાના સુભાષ દેસાઇને, કોંગ્રેસના બાળાસાહેબ થોરાટને મહેસૂલ, એનસીપીના દીલીપ વાલસે પાટીલને શ્રમ અને આબકારી, એનસીપીના જ જીતેન્દ્ર અહવદને આવાસ તેમજ કોંગ્રેસના વર્ષા ગાયકવાડને આરોગ્ય શિક્ષણ મળી શકે છે.

એનસીપીના ધનંજય મુંડેને સામાજિક ન્યાય મંત્રાલય મળવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નાણાં મંત્રાલય મળવાની સંભાવના છે. હાલ એ જાણી શકાયું નથી કે સામાન્ય વહીવટી વિભાગ ઉપરાંત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીજા કયા વિભાગ સંભાળશે,