2020માં વેઈટીંગ ટીકીટને કરો બાય-બાય, દરેક રેલવે મુસાફરને મળશે કન્ફર્મ ટીકીટ, પણ કેવી રીતે?

2020 શરૂ થઈ  ગયું છે. લોકો પર મોંઘવારીનો માર છે ત્યારે રેલવે પ્રવાસીઓની સુવિધામાં સુધાર થવાના અણસાર મળી રહ્યા છે. રેલ્વે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે તાજેતરમાં જણાવ્યું કે દિલ્હી-મુંબઇ અને દિલ્હી-કોલકાતા રૂટ પર દોડતી ટ્રેનોને આગામી પાંચ વર્ષમાં વેઇટ લિસ્ટેડ ટિકિટથી મુક્ત કરવામાં આવશે. હાલમાં ભારતીય રેલ્વે ત્રણ વધારાના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) પર કામ કરી રહ્યું છે.

તમણે જણાવ્યું કે આગામી 10 વર્ષમાં આ કોરિડોર અંદાજે 2.6 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. કોરિડોર ભારતીય રેલ્વેને પૂરતી પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે હાલના ટ્રેકને ફ્રી કરવામાં મદદ કરશે. કોઈ પણ મુસાફરને વેઇટીંગ ટીકીટ કે વેઈટીંગ લિસ્ટ નહીં બને તેના માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે ડીએફસીનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને તેમાંથી કામો 2021 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ આ કોરિડોર ખુલતાંની સાથે  ભારતીય રેલ્વેના મુસાફરો રેલ્વેના બે બિઝી રૂટ એવાં  દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા પર વેઇટીંગ લિસ્ટ ટિકિટોની ચિંતા કર્યા વિના સરળતાથી મુસાફરીની અપેક્ષા રાખી શકશે.

ચેરમેન વિનોદ યાદવે નેશનલ ટ્રાન્સપોર્ટર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે ડીએફસી પૂર્ણ થશે, ત્યારે હાલના રૂટ નૂરમુક્ત બનશે, જેના પગલે મુસાફરોની માંગ પ્રમાણે ટ્રેનો ચલાવવામાં આવી શકે છે. વધુ માહિતી આપતી વખતે રેલ્વે બોર્ડના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે આ બિઝી રૂટ પર ટ્રેનની ગતિ 160 કિમી પ્રતિ કલાક વધારવાની કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.

તેમણે માહિતી આપી કે આગામી ચાર વર્ષમાં આ કામગીરી કરવામાં આવશે. ભારતીય રેલ્વેએ ડીએફસીને કમિશન કરવા પર ભાર મૂક્યો છે. રિપોર્ટ મુજબ પૂર્વીય ડીએફસીનો 194 કિ.મી. લાંબી ભદન-ખુર્જા વિભાગ પૂર્ણ થઈ ગયો છે અને ઓક્ટોબર 2019થી આ કોરિડોર પર પ્રોફેશનલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય વેસ્ટર્ન ડીએફસીનો 305 કિલોમીટર લાંબો રેવારી-માડર વિભાગ પણ પૂર્ણ થઈ ગયો છે અને ડિસેમ્બર 2019થી  આ કોરિડોર પર પ્રોફેશનલ ટ્રાયલ રન શરૂ થઈ ગયા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું છે પેસેન્જર ટ્રેનોની સરેરાશ ગતિમાં 60 ટકા વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજધાની એક્સપ્રેસ દ્વારા રાતોરાત ટ્રેનની મુસાફરી કરશે. મોદી સરકારના મંત્રીમંડળે આ વર્ષની શરૂઆતમાં સુવર્ણ ચતુર્ભુજની બે મહત્વપૂર્ણ શાખાઓ – દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડાને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધારવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. અહીં રસપ્રદ વાત એ છે કે ભારતીય રેલ્વેને આશા છે કે દિલ્હી-મુંબઇ વચ્ચે ટ્રેનની મુસાફરી લગભગ 10 કલાકનો સમય લેશે, અને દિલ્હી અને કોલકાતા વચ્ચેની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ થઈ જશે.