મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ અને તેના સાથી વિરુદ્ધ પાંચ સાક્ષીઓની જુબાની

પાકિસ્તાનમાં એક ત્રાસવાદ અટકાયતી કોર્ટમાં પાંચ સાક્ષીઓએ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ અને તેના નજીકના સાથી ઝફર ઇકબાલ વિરુદ્ધ ટેરર ફંડિંગમાં તેમની સામેલગીરી બાબતે સાક્ષી પુરી હતી, કોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ સાક્ષીઓએ સઇદ અને ઇકબાલની ટેરર ફંડિંગમાં સામેલગીરી અંગે તેમની વિરુદ્ધ જુબાની આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે સઇદ અને ઇકબાલની કાનૂની ટીમે સાક્ષીઓની ઉલટતપાસ કરી હતી. ત્રાસવાદ નિરોધક કોર્ટના ન્યાયાધીશ અરશદ હુસેન ભુટ્ટાએ આ સુનાવણી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી હતી. તેમજ ફરિયાદ પક્ષને સાક્ષીઓ રજૂ કરવા જણાવ્યું હતું. લાહોરની કોર્ટે સઇદ અને તેના સાથીઓ હાફિઝ અબ્દુલ સલામ, મહંમદ અશરફ અને ઇકબાલને 11 ડિસેમ્બરે ઐપચારિક રૂપે કેસ શરૂ કર્યો હતો.