અનિચ્છાએ પણ શશી કપૂરના દિકરાએ છોડવું પડ્યું બોલિવૂડ અને આ દેશ, જાણો શું હતું કારણ?

કપૂર ફેમિલીને બોલિવૂડ વારસામાં મળ્યું છે. કપૂર ફેમિલીનો ભવ્ય વારસો છે. આ કુટુંબમાં ભાગ્યે જ કોઈ હશે જેણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મથી કરી ન હોય. પછી ભલે તે જૂની પેઢી હોય કે નવી પેઢી. આવી સ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવનાર શશી કપૂરના પરિવારમાં આવું બન્યું નથી. ચાલો આપણે જાણીએ કે આવું શા માટે થયું છે.

હકીકતમાં શશી કપૂરે જેનિફર કિન્ડલ નામની બ્રિટીશ મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બોલિવૂડનું તે સમયે ભવ્ય, શાનદાર અને ખૂબસૂરત લગ્ન હતું. શશી કપૂરને બે પુત્રો અને એક પુત્રી છે. શશી કપૂરનો પુત્ર કરણ કપૂર માતા જેનીફરની જેમ બ્રિટિશ જેવો દેખાતો હતો. કરણ કપૂર દેખાવમાં માત્ર વિદેશી જ નહોતો પણ હિન્દી કેવી રીતે બોલવાનું પણ તેને આવડતું ન હતું.

કરણ કપૂરે ફિલ્મોમાં આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તેના તદ્દન અલગ જ દેખાવને કારણે બોલિવૂડ તેને અપનાવી શક્યું નહીં. શશી કપૂર ઇચ્છતા હતા કે કરણ બોલિવૂડમાં કામ કરે. પિતાની ઇચ્છા જોઈને કરણ કપૂરે તેના ભૂરા વાળને કાળા કરી નાંખ્યા હતા કે જેથી કરીને તે ભારતીય લાગે. પરંતુ તેને લઈને પણ વાત જામી નહીં.

પોતાની નિષ્ફળતા જોઈને કરણ કપૂર સમજી ગયો કે આ ઈન્ડસ્ટ્રી તેના માટે બની નથી. તેથી તેણે ફોટોગ્રાફી શરૂ કરી અને તે ભારત છોડીને લંડનમાં સ્થાયી થયો. આજે તે એક જાણીતા ફોટોગ્રાફર છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ પણ જીત્યા છે. કેટલીક ફિલ્મોમાં પણ દેખાયો. લોહા સહિત દેસક ફિલ્મોમાં કરણ કપૂર જોવા મળ્યો હતો.