વલસાડનો આ વીડિયો જોઈને તમને હેલ્મેટનું મહત્વ સમજાઈ જશે, બધા કામ પડતા મૂકીને જૂઓ આ વીડિયો

નવા ટ્રાફિક નિયમો અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ટુવ્હીલર માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, ગુજરાતમાં લોકોના વિરોધને જોતાં આ નિયમ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે. પરંતુ કેટલાક જાગૃત લોકો હજી પણ હેલ્મેટ પહેરે છે. આવું જ એક હેલ્મેટ પહેરીને યુવકની વલસાડના રેલ્વે ફાટક સાથે ભીષણ ટક્કર થઈ હતી. જોકે, હેલ્મેટથી યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો…

વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રેલવે ક્રોસીંગ પર રેલ્વે કર્મીઓ ગેટ બંધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક પછી એક વાહનના આગમનને કારણે તે લાંબા સમય સુધી ગેટ બંધ કરી શકતા નથી. પણ અંતે ગેટ બંધ કરી દેવામાં આવે છે અને તે જ સમયે બાઇક પૂરઝડપે રેલવે ફાટક સાથે અથડાય છે.

આ ઘટના વલસાડના ઉદવાડા રેલ્વે ફાટકની છે. જ્યાં ફાટક બંધ કરતી વખતે એક બાઇક સવાર હાઇ સ્પીડ પર આવી રહ્યો હતો જે ફાટક સાથે જોરદાર ટકરાઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં યુવકની બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ હેલ્મેટના કારણે તેનો જીવ બચી ગયો છે.