નાની ઉંમરે કાર ખરીદનારા વધુ સેક્સ કરતાં હોવાનો ખુલાસો

શું કાર અને સેક્સ લાઇફ વચ્ચે કોઇ કનેક્શન છે એવો સવાલ જો તમારા મનમાં થતો હોય તો હાલમાં જ થયેલા એક અભ્યાસ કહે છે કે હાં આ બંને વચ્ચે કન્ક્શન છે અને તે કનેક્શન ઘણું હોટ છે. આ અભ્યાસ સંબંધી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો કોઇ નાની વયે કાર ખરીદે છે તો તેનું સ્વાભિમાન વધી જાય છે. કાર તેમના માટે સ્ટેટસ સિમ્બોલ બની જાય છે અને એ જ વાત મહિલાઓને પણ આકર્ષિત કરે છે. નાની વયે કાર લેનારાઓની સેક્સ્યુઅલ ડિઝાયર અને સેક્સ કરવાની સંભાવના બંને ઘણી વધી જાય છે. આ અભ્યાસ મેક્સિકોમાં કરવામાં આવી છે.ત્યારે ભારતના યુવા કારવાળાઓ પર આ અભ્યાસ કેટલો ફીટ બેસે છે તે તો તેઓ જ જણાવી શકે તેમ છે.

મેક્સિકો યુનિવર્સિટી ઓફ કોલિમાના રિસર્ચર્સે એક અભ્યાસમાં એવું શોધી કાઢ્યું હતું કે કાર હોવાથી કોઇ વ્યક્તિની સેક્સ્યુઅલ ડિઝાયર મતલબ કે સેક્સ કરવાની ઇચ્છા અને સેક્સ કરવાની સંભાવના બંને વધી જાય છે. સ્ટડીના લીડ ઓથર ડેવિડ હર્નેનડેઝ કહે છે કે જીવનના પ્રારંભિક તબક્કામાં જ કારના માલિક બનવું એ સેક્સ્યુઅલ ઇન્હેનસરનુમ કામ કરે છે. મહિલાઓ એવા પુરૂષોને સ્પષ્ટપણે વધુ મહત્વ આપે છે જેમની પાસે મટીરિયલ રિસોર્સ વધુ હોય છે અને કાર તેમાંથી જ એક સૌથી જરૂરી મટીરિયલ રિસોર્સ છે.

સેક્સ્યુઅલ રિસર્ચ એન્ડ સોશિયલ પોલિસી નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ માટે રિસર્ચર્સે વેસ્ટર્ન મેક્સિકોની એક યૂનિવર્સિટીના 17થી 24 વર્ષના 809 સ્ટુડન્ટ્સને તેમની સેક્સ લાઇફ અંગે સવાલો કર્યા હતા અને તેમાં આ રસપ્રદ તારણ બહાર આવ્યું હતું. જેમની પાસે કાર હતી તેમણે અન્ય કરતાં વધુ સેક્સ માણ્યું હતું અને તેમના સેક્સ્યુઅલ પાર્ટનર પણ વધારે હતા.