હાર્દિકે જેની સાથે સગાઇ કરી તે નતાશાએ ‘ડીજે વાલે બાબુ’ સહિતના આ ગીતો પર લગાવ્યો છે ગ્લેમરનો તડકો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પ્રારંભે જ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોનવિક સાથે અચાનક સગાઇ કરી લીધી અને એ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હાર્દિકે ખુબ રોમાન્ટિંક અને ફિલ્મી સ્ટાઇલમાં નતાશાને પ્રપોઝ કરીને્ વિટી પહેરાવી હતી, આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતાં હતા અને સોશિયલ મીડિયા પર બંનેના ફોટાઓ એકસાથે દેખાતા રહ્યા હતા.

સર્બિયન મોડલ કમ અભિનેત્રી નતાશાએ ભારતના ગ્લેમર જગતમાં સિંગર કમ રેપર બાદશાહના સૌથી વધુ કમાણી કરનારા સોંગ ‘ડીજે વાલે બાબુ’થી એન્ટ્રી કરી હતી. અને એ ગીત સાથે જ તે બધાની નજરમાં આવી ગઇ હતી. જો કે તે પહેલા નતાશા પ્રકાશ ઝાની અજય દેવગન અભિનિત ફિલ્મ સત્યાગ્રહમાં એક આઇટમ સોંગ કરીને કેરિયરની શરૂઆત કરી હતી, પણ તેને લાઇમ લાઇટ બાદશાહના સોંગ ‘ડીજે વાલે બાબુ’થી મળી હતી.

આ સિવાય તે હાલમાં જ આવેલી ઇમરાન હાશમીની ફિલ્મ ધ બોડીમાં ઝલક દિખલા જા રિલોડેડ સોંગમાં પણ જોવા મળી હતી, તે બિગ બોસ 8માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. તેણે અજય દેવગન સાથે એક્શમ જેક્સન ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત 2016માં તે સૌરભ વર્મા નિર્દેશિત ફિલ્મ 7 અવર્સ ટુ ગો ફિલ્મમાં પણ આવી હતી, આ ફિલ્મમાં તે પોલીસ બની હતી અને તેણે કેટલાક એકશન સીન પણ કર્યા હતા.

નતાશાએ આ ઉપરાતં શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં કેમિયો કર્યો છે, તો 2017માં ફુકરે રિટર્ન્સમાં તેણે મહેબૂબા સોંગ પર ઠુમકા લગાવ્યા હતા. તેણે વેબસીરિઝ ધ હોલીડેમાં પણ કામ કર્યું છે.