ક્રિકબઝની દશકની શ્રેષ્ઠ વન ડેમ ટીમનો કેપ્ટન કોહલી : ધોનીને સ્થાન ન મળ્યું, રોહિતનો સમાવેશ

હાલમાં બધા જ દશકની શ્રેષ્ઠ ટીમ પસંદ કરી રહ્યા છે, ત્યારે ક્રિકબઝ વેબસાઇટે પણ પોતાની દશકની શ્રેષ્ઠ વન ડે ટીમની પસંદગી કરી છે અને તેમાં તેમણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જ કેપ્ટન બનાવ્યો છે. આ ટીમમાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન અપાયું નથી, જો કે રોહિત શર્માનો ટીમમાં ઓપનર તરીકે સમાવેશ કરાયો છે. દશકની શ્રેષ્ઠ આ વન ડે ટીમમાં કોહલી અને રોહિત એમ બે જ ભારતીય ખેલાડીને સામેલ કરાયા છે.

આ વન ડે ટીમમાં દક્ષિણ આફ્રિકાના 3, ન્યૂઝીલેન્ડના 2 તેમજ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશના એક એક ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. રોહિત સાથે ઓપનર તરીકેની જવાબદારી હાશિમ અમલાને સોંપવામાં આવી છે. અમલા ઉપરાંત એ ટીમમાં એબી ડિ વિલિયર્સ અને ઇમરાન તાહિરને તેમાં સામેલ કરાયા છે. વિકેટકીપર તરીકે જોશ બટલરનો સમાવેશ કરાયો છે.

ક્રિકબઝની દશકની શ્રેષ્ઠ વન ડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, હાશિમ અમલા, રોસ ટેલર, એબી ડિ વિલિયર્સ, શાકિબ અલ હસન, જોશ બટલર (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, લસિથ મલિંગા, ઇમરાન તાહિર અને ટ્રેન્ટ બોલ્ટ.