રણબીર કપૂર સાથે વેકેશન માણી રહી છે આલિયા ભટ્ટ, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી છવાઈ

બોલિવૂડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરના ન્યૂઝ આજકાલ ચર્ચામાં છે. આલિયા ભટ્ટ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ આલિયાએ રણબીર કપૂર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના કારણે આલિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

આલિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતા વખતે લખ્યું, ‘બેસ્ટ બોયઝ એન્ડ ગૂડ ગર્લ.’ આ ફોટોમાં આલિયા પિંક ઓફ શોલ્ડરમાં જોવા મળી રહી છે. થોડાંક જ સમયમાં આલિયાના આ ફોટો પર હજારો લાઈક્સ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તાજેતરમાં જ 2020ના વેકેશનમાં જતા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જોકે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હોટ કપલ વેકેશનમાં ક્યાં જઇ રહ્યું છે.

https://www.instagram.com/p/B6zyUIaFYub/?utm_source=ig_web_copy_link

અગાઉ રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પણ નાતાલના પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો, જેમાં કપૂર પરિવારની ચાર પેઢી એક સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ સાથે જોવા મળી રહ્યા છે.

ફેન્સ અનુમાન લગાવી શકે છે કે આલિયા જલ્દીથી કપૂર પરિવારમાં જોડાઈ શકે છે. આલિયા ઘણીવાર કપૂર પરિવારની નજીક જોવા મળે છે. રિપોર્ટ અનુસાર બોલિવૂડ સ્ટાર્સ આલિયા-રણબીર કપૂર ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા પણ બંને એક સાથે આફ્રિકામાં વેકેશન માણવા ગયા હતા, જેના ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયા હતા.

હવે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ સાત ફેરા લેશે. થોડા દિવસો પહેલા આલિયાએ તેના બ્રાઈડલ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા હતા. આલિયાએ એડ શૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે દુલ્હનની જેમ લાગી રહી હતી. વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં સાથે જોવા મળશે.