પહેલી જાન્યુઆરી-2020ના દિવસે દુનિયામાં 3.92 લાખ બાળકો જન્મ્યાઃ સૌથી વધુ ભારતમાં

બાળકોની સંસ્થા માટે કામ કરનારી સંસ્થા યૂનિસેફ અનુસાર નવા વર્ષના પહેલા દિવસ એટલે કે પહેલી જાન્યુઆરીએ દુનિયાભરમાં 392,078 બાળકોનો જન્મ થયો. યુનિસેફ દ્વારા જાહેર કરવામાં આવેલી 190 દેશોની યાદીમાં ભારત સૌથી ઉપર છે. ભારતમાં પહેલી જાન્યુઆરી-2020ના રોજ 67,385 બાળકોનો જન્મ થયો છે. ત્યારબાદ ચીનમાં 46,299 બાળકોનો જન્મ થયો છે. યૂનિસેફના આંકડા મુજબ, ત્રીજા નંબરે નાઇજીરિયા છે, જ્યાં 26,039 બાળકોનો જન્મ થયો. નાઇજીરિયા બાદ પાકિસ્તાન જ્યાં 16,787, ઈન્ડોનેશિયામાં 13,020 અને અમેરિકામાં 10,452 બાળકોનો જન્મ થયો. યૂનિસેફની યાદી મુજબ કોંગોમાં 10,427 અને યૂથોપિયામાં 8,493 બાળકોનો જન્મ થયો.

યુનિસેફના આંકડા મુજબ 2015માં 2.5 કરોડ બાળકોનો જન્મ પહેલા જ મહિનમાં થયો હતો. તેમાંથી એક તૃતીયાંશ બાળકોના મોત, જન્મના દિવસે જ થયા હતા. તેમાંથી અનેક બાળકોના પ્રિમેચ્યોર બર્થ, ડિલીવરી દરમિયાન સમસ્યા અને સંક્રમણના કારણે મોત થયા.

ભારતના સંદર્ભમાં યૂનિસેફે કહ્યું કે, અહીં દર વર્ષે 69,000 બાળકોનો જન્મ થાય છે. ભારતમાં લગભગ 50 લાખ બાળકોનો જન્મ ઘરમાં જ થાય છે. યૂનિસેફે એવી જાણકારી પણ આપી કે નવા વર્ષમાં દુનિયામાં પહેલો જન્મ 12.10 વાગ્યે થયો. આ બાળકનો જન્મ ફિજીલેન્ડમાં થયો. અહીં પહેલી જાન્યુઆરીના દિવસે 39 બાળકોના જન્મ થયા.

ક્યા દેશમાં સૌથી વધારે બાળકો જન્મ્યા?

  • ભારત-67385
  • ચીન-46299
  • નાઈજીરિયા-46299
  • પાકિસ્તાન-16787
  • ઈન્ડોનેશિયા-13020
  • અમેરિકા-10452
  • કોંગો-10427
  • ઈથિયોપિયા-8493