ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પૂર,16નાં મોત, એરપોર્ટ બંધ

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભીષણ પૂરના કારણે નવા વર્ષનું જશ્ન દુઃખમાં ફેરવાઇ ગયું છે. પૂરના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થઇ ગયા અને હજારો અન્ય લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. પૂરના કારણે એક એરપોટર્ને પણ બંધ કરવો પડ્યો છે.

નેશનલ ડીઝાસ્ટર રીડક્શન એજન્સીના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, વરસાદ અને બે કાંઠે વહી રહેલી નદીઓના કારણે ઓછામાં ઓછા 169 વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જકાર્તાના બહારના જિલ્લાઓ બોગોર અને દીપોક જિલ્લામાં ભૂસ્ખલન થયું છે.

તેમને જણાવ્યું કે, પૂરના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થઇ ગયા છે. એજન્સી તરફથી રજૂ કરેલા વીડિયો અને તસવીરોમાં પાણીમાં તરતી કારો જોવાઈ રહી છે.

વિબોવોએ જણાવ્યું કે, પૂરના કારણે હજારો ઘર અને બિલ્ડીંગો ડૂબી ગઇ જેના કારણે પ્રશાસને વિજળી પૂરવઠો બંધ કરવો પડ્યો હતો. તેમને જણાવ્યું કે, કેટલાક સ્થળો પર પૂરનું પાણી આઠ ફૂટ ઉપર પહોંચી જવાના કારણે 31000થી વધારે લોકોને અસ્થાયી આશ્રમગૃહોમાં સ્થળાતંરિત કરવા પડ્યા છે.

નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ પોલાનાએ જણાવ્યું કે, જકાર્તા હલીમ પેરડાનાકુસ્‌માહ ઘરેલું એરપોટર્ રનવે ડૂબી ગયું અને અધિકારીઓએ તેને બંધ કરવો પડ્યો.